Western Times News

Gujarati News

સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર ફરકતો રાષ્ટ્રધ્વજ

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ અવસરે નર્મદા નિગમના વહિવટી સંચાલક્શ્રી જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન

દેશના રાજ્યોમાં સૌથી ઉંચે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર ફરકતો રાષ્ટ્રધ્વજ રાજપીપલા,સોમવાર: રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેશના રાજ્યોમાં સૌથી ઉંચે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલકશ્રી અને ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવશ્રી અને તથા SOUADTGA ચેરમેનશ્રી જે.પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.

આ તકે નર્મદા ડેમના મુખ્ય ઇજનેર શ્રી રાજેન્દ્ર કાનુન્ગો, અધિક્ષક ઇજનેર શ્રી એમ.એલ.પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી ટી.વી.કેદારીયા અને શ્રી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આપણો રાષ્ટ્રધ્વજ આજે આન,બાન અને શાનથી લહેરાઇ રહ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત સરદાર સરોવર નર્મદા ડેમના કર્મયોગીઓને સંબોધતા વહિવટી સંચાલકશ્રી જે.પી.ગુપ્તાએ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી નર્મદા ડેમના નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર સૌ કોઇ પ્રત્યે રાજય સરકાર વતી આભારની લાગણી વ્યકત કરી હતી.તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ દ્વારા પિવાના અને ખેતી તેમજ ઉદ્યોગોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે.

ગુજરાતનો વિકાસ થાય અને પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌ કોઇને કાર્યરત રહેવાની હિમાયત કરી સૌની સારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.