ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો !!

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ૭૫માં આઝાદી પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભાવનાત્મક સલામી અર્પીને મહાત્મા ગાંધીના મૂલ્યોનું અભિવાદન કર્યુ હતું !!
તસ્વીરમાં ડાબી બાજુથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલની છે તેઓ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પતા દ્રશ્યમાન થાય છે !! ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ગાંધીવાદી મૂલ્યોનું અભિવાદન કર્યુ હતું !! ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એન. વી. અંજારીયા સાહેબ પણ સુતરની આંટી પહેરાવી મહાત્મા ગાંધીના આદર્શોનું સન્માન કર્યુ હતું !! Flag hoisting program held in campus of Gujarat High Court in Ahmedabad.
જયારે ગુજરાત રાજયના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીએ પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મહાત્મા ગાંધીની વિચાર ધારાનું સન્માન કર્યુ હતું !! લોકશાહી આદર્શો, બંધારણીય મૂલ્યો અને માનવ અધિકારની રખેવાળી કરીને જ દેશમાં લોકોની ખરા અર્થમાં આઝાદી જીવંત રાખવાની જરૂરિયાત પર આજે વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે !!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા પ્રતિકકુમાર થાવર દ્વારા)
આઝાદી પર્વ નિમિત્તે બંધારણીય મૂલ્યો અને સિધ્ધાંતોની રખેવાળીની વચનબધ્ધતાનો સંદેશો આપીને ગુજરાત હાઈકોર્ટના સ્ટાફ માટે સંદેશો પણ આપ્યો હતો !!
ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ સરસ કહ્યું છે કે, ‘શોરબકારે વચ્ચે પણ જે સંગીતના ‘મધુર સુર’ સાંભળી શકે, મહાન સફળતા એમને જ પ્રાપ્ત થતી હોય છે’!! જયોર્જ બર્નાડશો નામના વિચારકે કહ્યું છે કે, ‘પક્ષીઓને તમે તમારા માથા ઉપર ઉડતા રોકી શકતા નથી પરતુ તેમને તમારા માથા પર માળો બાંધતા રોકી શકો છો’!! લોકશાહીમાં ‘રાજધર્મ’ અદા કરવામાં જયારે દેશના નેતાઓ નિષ્ફળ જાય છે !!
દેશના વહીવટી અધિકારીઓ નિષ્પક્ષ વહીવટ કરવામાં નિષ્ફળ જાય છે અને દેશના મહાન સંતો પોતાનો ‘શાસ્ત્રોકત ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ’ ગુમાવીને રાજકીય પીઠુ બનવા તરફ પ્રયાણ કરે છે ત્યારે રાજયોના કે દેશના ન્યાયાધીશો પદ ઉપર ભારે જવાબદારી આવે છે કારણ કે પરમેશ્વરતુલ્ય ન્યાયાધીશોના ‘ન્યાયધર્મ’ પર દેશ અવલંબિત થઈ જાય છે !! અને આઝાદીના પર્વની ઉજવણીને લઈને બુધ્ધિજીવી વકીલો અને ન્યાય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મશીલો વધુ સતર્કતા સાથે આગળ વધે છે ત્યારે લોકોની આઝાદી ટકે છે !!
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું છે કે, ‘વિકાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ જો કોઈ હોય તો તે સ્વતંત્રતાનો છે’!! ભારતનું અને ગુજરાતનું ન્યાયતંત્ર અને ન્યાયાધીશશ્રીઓ નિડરતાપૂર્વક, નિષ્પક્ષ અને સંનિષ્ઠ ન્યાયધર્મ અદા કરે છે માટે દેશમાં લોકોની આઝાદી ‘સલામત’ છે !! ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ૭૫ માં આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કરીને તેને સલામી આપી હતી
અને મહાત્મા ગાંધીને સુતરની આંટી પહેરાવી ગાંધીવાદી મૂલ્યોનું અભિવાદન કરી પ્રજાજોગ સંદેશામાં તેમણે બંધારણીય મૂલ્યો અને સિધ્ધાંતોની રખેવાળી કરવાની વચનબદ્ધતાને તેમણે દોહરાવી હતી તથા ગુજરાત હાઈકાર્ટના સ્ટાફ માટે આરોગ્ય કેમ્પનું તથા બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું તેની માહિતી દર્શાવીને તેની પાછળના ઉદ્દેશોની માહિતી પણ આપી હતી !!