નારણપુરામાં ફ્લેટની છત તૂટી પડતાં રહીશોમાં ભય પ્રસરી ગયો
અમદાવાદ, અમદાવાદમાં ભયજનક મકાનો અચાનક ધરાશાયી થવાની ઘટનાઓને લઈ નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે. તાજેતરમાં સતત બે દિવસમાં બે મકાનો આંશિક રીતે ધરાશાયી થયાં હતાં. મણિનગર અને ગોમતીપુરની આ બંને ઘટનાઓએ આખા શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.
હવેે નારણપુરાના એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત રવિવારે અચાનક જ ધડાકાભેર તૂટી પડી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વરસાદના કારણે ખાસ કરીને બિસમાર હાલતમાં મુકાયેલાં મકાનો સામે ગમે ત્યારે પત્તાનાં મહેલની જેમ ધરાશાયી થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આવાં મકાનોને તાત્કાલિક રિપેર કરવા અથવા તેના ભયજનક ભાગને ઉતારી લેવા માટે જાહેર ચેતવણી આપવામાં આવે છે. તેમ છતાં અનેક વખત લોકો જીવને જાેખમમાં મૂકીને પણ તેમાં રહેતા હોય છે. રવિવારે સવારે નારણપુરાના પલ્લવ ચાર રસ્તા નજીક આવેલા એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત અચાનક જ તૂટી પડી હતી.
રવિવારની રજાનો દિવસ હોવાથી પરિવારો તેમના ઘરમાં જ હતા. દરમિયાન, આ ફ્લેટની નીચે રહેતા કૃણાલ પટેલ નામના સ્થાનિક રહેેવાસીએ જણાવ્યું હતું કે રવિવાર હોવાથી તેમના બે નાના બાળકો રૂમમાં જ રમી રહ્યા હતાં.
ભગવાનની કૃપાથી આ બાળકો રૂમમાં હોવાના કારણે સહીસલામત રહ્યાં છએ, જાેકે આવાં ભયજનક મકાનો અંગે મ્યુનિસિપલ તંત્રએ તાત્કાલિક પગલાં લેવાં જાેઈએ તેવી રહીશો માંગણી કરી રહ્યા છે.