Western Times News

Gujarati News

નવસારીના યુવકે ફ્લાઈટના બાથરૂમમાં બીડી સળગાવતાં 60 પેસેન્જરોના જીવ અધ્ધર થયા

સિક્્યુરિટીને બાથરૂમમાંથી ધુમાડો નીકળવાની જાણ થતા તેઓએ તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો હતો

સુરત, નવસારીમાં રહેતા યુવકે સુરત એરપોર્ટ પરથી કોલકાતા જવા માટે ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરાવી હતી. એરપોર્ટ પર ફ્લાઈટ ઉભી હતી ત્યારે યુવકે બાથરૂમમાં જઈ બીડી સળગાવી સ્મોકિંગ કર્યું હતું.

જેના કારણે યુવકે ફ્લાઈટમાં સવાર ૬૦થી વધુ પેસેન્જરરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. જોકે બાદમાં સિક્્યુરિટીને બાથરૂમમાંથી ધુમાડો નીકળવાની જાણ થતા તેઓએ તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો હતો અને ડુમસ પોલીસને જાણ કરી યુવકને પોલીસના હવાલે કરી દીધો હતો.

ત્યારે બીજી તરફ ડુમસ એરપોર્ટ પર ચેકિંગ કરતા સીઆઈએસએફના જવાનો સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. યુવક ફ્લાઇટની અંદર સુધી બીડી અને માસીચ કેવી રીતે લઈ ગયો તે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ઈન્ડિગો એર લાઈન્સની ફ્લાઈટ સુરતથી કોલકત્તા વાય જયપુરનો ડીપાર્ચર ટાઇમ ૧૬.૩૫ વાગ્યાનો હતો. જોકે, ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ સમયસર ડીપાર્ચર થઈ ન હતી.

જેથી એરસાઇડ એરિયા ખાતે ફ્લાઈટની તપાસ થતી હતી, ત્યારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફ્લાઈટમાંથી એર હોસ્ટેસ વૈષ્ણવી નિઘોટ તેમની પાસે આવ્યા હતા. એર હોસ્ટેસે જણાવ્યું કે એક પેસેન્જર ફ્લાઈટના બાથરૂમમાં ધુમ્રપાન કરીને આવ્યો છે. બાથરૂમમાંથી ધૂમાડા નીકળતા વાત બહાર આવી હતી.

જેથી ફ્લાઈટમાં પેસેન્જરની સીટ નં.૧૫-એ પર જઈ તપાસ કરી હતી. મુસાફરે ફ્લાઈટના બાથરૂમમાં જઈ ધુમપાન કર્યુ હોવાની કબૂલાત કરી હતી.

દરમિયાન બાથરૂમમાં ચેક કરાતા અડધી બીડી અને માચીસ મળી આવી હતી. મુસાફરનું લગેજ ચેક કરતા બેગમાંથી બીડીનું પેકેટ પણ મળી આવ્યું હતુ. બો‹ડગ પાસ જોતા પેસેન્જરનું નામ અશોક અનુકુળ બિસ્વાસ સામે આવ્યું હતું. અશોક મૂળ પછી બંગાળનો વતની છે અને હાલ નવસારી શાંતાદેવી રોડ ખાતે રહે છે. ડુમસ પોલીસે આરોપી અશોક બિસ્વાસની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે આરોપી અશોક બિસ્વાસે પ્રતિબંધિત જ્વલનશીલ વસ્તુ પ્લેનમાં લઇ આવી બાથરૂમમાં બીડી સળગાવી મુસાફરોના જીવ જોખમમાં મુકાઇ તેવું કૃત્ય કર્યુ હતુ. બીડી, માચીસ કબ્જે લેવાઇ હતી અને આ મામલે ડુમસ પોલીસમાં ગુનો નોંધાવાયો હતો. .

ડુમસ પોલીસે અશોક બિસ્વાસની ધરપકડ કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં મુસાફર પાસેથી માચિસ મળી આવતા સીઆઇએસએફ અને એર લાઇન્સના સ્ટાફની લગેજ ચેકિંગમાં દાખવેલી લાપરવાહીની પોલ ઉઘાડી પડી ગઇ હતી.હાલ આ મામલે પોલીસે સીઆઈએફને લેટર લકી ખુલાસો માંગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.