ગુજરાતના 25000થી પણ વધુ ફેશન વિક્રેતા ફ્લિપકાર્ટના એન્ડ ઓફ સિઝન સેલમાં ભાગ લેશે
કરોડો ગ્રાહકો માટે ફેશન અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સનું અત્યાધુનિક અને વિશાળ સિલેક્શન લઇને આવે છે
સુરત, વર્ષોથી ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસએ એક એવી ઇકોસિસ્ટમ ઉભી કરી છે, જે સમગ્ર દેશના કરોડો ગ્રાહકો સાથે સ્થાનિક વિક્રેતાને જોડે છે, સાથોસાથ તેમની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. ત્યારે ગુજરાત પણ 25000થી વધુ ફેશન વિક્રેતાઓમ સાથે એક વિશાળ નેટવર્ક ધરાવતા મુખ્ય રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
ભારત હવે ફેશનની જરૂરિયાત, કન્ટેમ્પરરી ટ્રેન્ડ્સ, આંતરરાષ્ટ્રિય ઇકોસિસ્ટમ અને હોમગ્રોન બ્રાન્ડ્સને સમજીને આગળ વધી રહ્યું છે, ત્યારે ફ્લિપકાર્ટએ ગુજરાતમાં મોટેપાયે એક રોજગારીની તક ઉભી કરી છે અને વિક્રેતાઓને એક સ્થાનિક સિમાડાથી આગળ વધારીને સમગ્ર ભારતમાં ગ્રાહકોને વફાદાર બનાવવા માટે એક લોકશાહી પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
આ પ્લેટફોર્મએ સમગ્ર ગુજરાતમાં ફૂટવેર, અપરેલ અને એસેસરીઝ ક્ષેત્રમાં 25000થી પણ વધુ ફેશન વિક્રેતાઓને સમર્થ બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે, જેનાથી તેઓ એક અલગ જ પહેલ, હર દિન ઉત્સવનો ભાગ બન્યા છે, જેના દ્વારા આ વિક્રેતાઓની સાથે તેને કરોડો ગ્રાહકોને જોડવામાં મદદ કરી છે.
જ્યારે એક રાષ્ટ્રિય બ્રાન્ડ બનાવવા માટે વિક્રેતાઓને સમર્થ કરવાની વાત આવે ત્યારે સુરત સ્થિત ઘણા લોકો જેવા કે, લક્ષ્મીપતિ જૂથની સફળતાની વાર્તા પાછળ ફ્લિપકાર્ટએ મુખ્ય ભાગ ભજવ્યો છે. વિક્રેતાએ કપડાઓની વિવિધ શ્રેણી જેવી કે, મહિલાઓના એથનિક વેરમાં 47 ટકા અને પૂરુષોના ફોર્મલ વેરમાં 64 ટકા જેટલી વૃદ્ધિ નોંધાવી છે. વધુમાં, ગુજરાતના છેવાડાના વિક્રેતાઓ જેમાં ભરૂચના એનિમોનએ પણ આકર્ષક વૃદ્ધિ નોંધાવી છે.
રાકેશ કુમાર સરવાગી, ડિરેક્ટર ઓફ લક્ષ્મીપતિ જૂથ, એ સુરતના એક પ્રસિદ્ધ સાડી વિક્રેતા છે તે કહે છે, “અમે વર્ષોથી સુરત સ્થિત પરંપરાગત રીટેલ બિઝનેસ ધરાવીએ છીએ અને તાજેતરમાં ઓનલાઈન વિશ્વના ટ્રેન્ડ્સની સાથે ચાલવાનું નક્કી કર્યું. તેને ધ્યાનમાં રાખીને અમે જૂન 2022થી જ ફ્લિપકાર્ટની સાથે અમારા ઇ-કોમર્સ પ્રવાસની શરૂઆત કરી.
ટૂંકાગાળમાં જ ફ્લિપકાર્ટે અમને ધંધો વિકસાવવામાં, વિઝીબિલિટી વધારવામાં, નવા ફોર્મેટમાં આગળ વધવા તથા દેશના છેવાડાના ખૂણે પણ ગ્રાહકોની સાથે પહોંચવામાં ઘણી મદદ કરી છે. હવે સમગ્ર દેશમાં અમે વિશાળ મેદની સુધી પહોંચી શક્યા છીએ ત્યારે ફ્લિપકાર્ટ તેને નવી ઉંચાઈ પર લઈ જાય છે.
છેલ્લા ત્રણ મહિનામાં જ અમારા વેચાણમાં 3 ગણી વૃદ્ધિ જોવા મળી છે અને આ જ વેગ અમે આગામી એન્ડ ઓફ સિઝન સેલ અને લગ્નની સિઝનમાં પણ ઇચ્છી રહ્યા છીએ.”
સુરતમાં તેના બિઝનેસની વૃદ્ધિ વિશે જણાવતા, અભિષેક માલૂ, સિનિયર ડિરેક્ટર, ફ્લિપકાર્ટ ફેશન કહે છે, “એક હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ તરીકે, અમે વિક્રેતાઓને સમગ્ર ભારતના ગ્રાહકો સુધી પહોંચાડીને ગુજરાતના આર્થિક વિકાસમાં ફાળો આપવા માટે પ્રતિબદ્ધ છીએ,
જેના દ્વારા તેઓ એક રાષ્ટ્રિય બ્રાન્ડ બની શકશે અને ટેકનોલોજી દ્વારા એક કસ્ટમાઈઝ્ડ અને આંતરિક અનુભવ ઉભો કરી શકશે. અમે સતત મૂલ્યવર્ધી ફેશનને જાળવી રાખીને વિક્રેતા, બ્રાન્ડ્સ અને ગ્રાહકો સહિતના અમારા દરેક સ્ટેકહોલ્ડર્સ માટે એક સકારાત્મક અસર ઉભી કરીએ છીએ.”
ભારતના ફેશન કેપિટલ તરીકે ફ્લિપકાર્ટએ પોતાની જાતને ફેશનમાં બધી રીતે એક અદ્દભુત સ્થળ બનાવી દીધું છે, જેમાં તે બ્રાન્ડેડ, વ્યાજબી, લક્ઝરી અને ટ્રેન્ડી કપડા, ફૂટવેર અને એસેસરીઝની એક વિશાળ રેન્જની સેવા વિવિધ ગ્રાહકો સુધી પહોંચાડે છે.
ફ્લિપકાર્ટએ તેના એન્ડ ઓફ સિઝન સેલની ડિસેમ્બર આવૃતિનું આયોજન 7 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2022 દરમિયાન ચાલુ કર્યું છે, જેમાં શિયાળાના કપડા, મહિલાઓના અને બાળકોના કપડા, લાઈફસ્ટાઈલ એસેસરીઝ અને બ્યુટીની વિવિધ પસંદગીને તે સમગ્ર દેશના 20,000 પીન કોડ્સના કરોડો ગ્રાહકો સુધી પહોંચાડશે.