Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટે 10000થી વધુ ખેડૂતોને ઉત્પાદનની ગુણવત્તા અને ફૂડ સલામતી માટે તાલિમ આપી

પ્રતિકાત્મક

સમગ્ર દેશના ઘણી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓસ), નાના તથા આંશિક ખેડૂતોની સાથે કામ કરીને ટકાઉ અને નોંધનીય ભાગીદારી ઉભી કરી

બેંગ્લુરુ- ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે જાહેર કરે છે કે, તેને સમગ્ર દેશના 10,000થી વધુ ખેડૂતોને તાલિમબદ્ધ કરીને તૈયાર કર્યા છે, જેથી તેઓ રાષ્ટ્ર વ્યાપી માર્કેટ એક્સેસ પૂરું પાડી અને તેમની વૃદ્ધિ કરી શકે. Flipkart has trained over 10000 farmers on product quality and food safety to enable market access and empower the farmer community

ફ્લિપકાર્ટ ગ્રોસરી, ખેડૂતોને તેમની ડિઝીટલ સફરમાં હેન્ડહોલ્ડ કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે તેને ઘણી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફરીઓસ)ને તેમના હાલના પ્રત્યનોમાં મદદ કરી અને સમગ્ર દેશના ખેડૂત સમુદાય તથા ફાર્મર પ્રોડ્યુસર સંસ્થાઓને એક સાંકળતુ અને સ્થિર પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન છે.

એફપીઓસને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગુણવત્તાના માપદંડને અનુસરવા માટે ફ્લિપકાર્ટએ એક તાલિમ અને ક્ષમતા નિર્માણ પ્રોગ્રામ હાથ ધર્યો હતો, જેથી તે એફપીઓસ, નાના તથા આંશિક ખેડૂતોની ઉત્પાદન ક્ષમતાને વધુ મજબુત કરી શકે.

તાલિમ અને શિક્ષણમાં ઉત્પાદન, કાચા માલના પૂરવઠા, રીપેકેજિંગ સેન્ટર્સ, ગુણવત્તાસભર ઉત્પાદનની ચકાસણી, નીતિગત ખરીદી, પર્ચેસ ઓર્ડર, ચુકવણીના નિયમો અને શરતો તથા લોજિસ્ટિક્સ જેવી સમગ્ર બાબતોને આવરી લેવામાં આવી છે. આ બધું જ વર્ચ્યુઅલ અને ઓન-ગ્રાઉન્ડ તાલિમ સેશન દ્વારા થયું છે.

ફ્લિપકાર્ટએ કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મધ્યપ્રદેશ, કેરાલા, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તરપ્રદેશના એફપીઓસ અને નાના તથા આંશિક ખેડૂતોની સાથે સહયોગ કર્યો છે. આ સહયોગ દ્વારા ફ્લિપકાર્ટએ કઠોળ, બાજરી અને આખા મસાલાના સ્ત્રોતને પ્લેટફોર્મ પર લાવશે અને તેનાથી હજારો ખેડૂતોની આજીવિકા પર અસર પડશે.

ફ્લિપકાર્ટની પાસે સમગ્ર દેશમાં ઘણા ઓન-બોર્ડ એફઓપીસ છે, જેમાં એબીવાય ફાર્મર્સ, શ્રી સત્ય સાય એમએસી ફેડ, જનજીવન નિરાલા હર્બલ, સહ્યાદ્રિ ફાર્મ સપ્લાય ચેઇન અને અન્યનો સમાવેશ થાય છે. ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસએ તેમને સમગ્ર દેશના 400 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોચવાનું એક્સેસ આપે છે.

રજનીશ કુમાર, ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર, ફ્લિપકાર્ટ જૂથ કહે છે, “અમે સતત અમારા આસપાસના સમુદાયને સમર્થ કરવા માટે પ્રયત્નશીલ છીએ. નાના ખેડૂતો અને એફરીઓસની સાથે અમારું સંયોજનએ સ્થાનિક ખેડૂતો માટે એક આવકના નવા સ્ત્રોત ઉભા કરવાની તથા રાષ્ટ્રવ્યાપી સ્કેલ ઉભો કરવા માટે મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારી ર્હયું છે.

ટેકનોલોજી, નવીનતમ શોધ અને ઇ-કોમર્સની મદદથી અમે સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં સમર્થ બનીશું અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન પૂરું પાડીને તેમની આજીવિકામાં એક સકારાત્મક અસર ઉભી કરીને ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ દ્વારા ગ્રાહકોનું વિશાળ નેટવર્ક પુરું પાડીશું.”

સ્મૃતિ રવિચંદ્રન, વાઇસ પ્રેસિડેન્ટ- ગ્રોસરી, ફ્લિપકાર્ટ, કહે છે, “ખેડૂતો અને એફપીઓસ સાથેની અમારી સંલગ્નતા ગ્રાહકો માટે પ્રાદેશિક મુખ્ય અને કઠોળની એક્સેસ કરવામાં સરળતા લાવશે તથા એમએસએમઇ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર વધારો કરશે.

આ સહયોગએ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા અને તાજા પ્રોડક્ટ્સ પુરું પાડવાની અમારી પ્રતિદ્ધતાને જોડશે સાથોસાથ ખેડૂત સમુદાયને સમર્થ બનાવશે, જેથી તેમના માટે વધુ વિશાળ બજારની તક ઉભી થાય. ટીયર-ટુ અને તેનાથી આગળના ખેડૂતોને ડિઝીટલ ટ્રાન્ફોર્મેશનમાં સમાવિષ્ટ કરીને તેમના આગળના પ્રવાસમાં તેમને સતત સહકાર આપીશું.”

ફ્લિપકાર્ટ ગ્રોસરીએ હાલમાં દેશના 28 ભારતના રાજ્યોના 1800થી વધુ શહેરો અને 10,000થી વધુ પીનકોડ્સમાં તેની સુવિધા આપે છે. હાલમાં કુલ 27 લાખ ચોરસ ફૂટની જગ્યા આવરીને 28 ફુલફિલમેન્ટ સેન્ટર્સ ઉભા કરી કામગીરીમાં છેલ્લા 2 વર્ષમાં ઘણો વધારો કર્યો છે, જેથી સમગ્ર દેશમાં વધતી જતી ઓનલાઈન ગ્રોસરીની માંગને ઝડપથી પહોંચી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.