નર્મદા નદીના પૂરગ્રસ્ત ખેડૂતોએ વધુ વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોએ ખાસ કૃષિ રાહત પેકેજને નગણ્ય ગણાવી મર્યાદા વગર તમામ જમીન માટે વળતરની માંગ સાથેનું આવેદનપત્ર ભરૂચ કલેકટરને પાઠવ્યું હતું.
નર્મદા નદીમાં આવેલ પૂરે ચારે બાજુ ભારે તારાજી સર્જી છે.કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારો સહિત ગામોમાં પાણી ભરાવાના કારણે ઘરવખરી સહિત ખેતીના પાકને નુકશાન થવા પામ્યું છે.જેના પગલે ખેડૂતોને પાયમાલ થવાનો વાળો આવ્યો છે.
ભારે ઊહાપોહ અને હોબાળા બાદ ખેતીના પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.પણ તે અપૂરતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને વળતર વધારવા માટેની માંગ કરી રહ્યા છે.૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન ભરૂચ,વડોદરા અને નર્મદા જીલ્લાઓમાં નર્મદા સરોવર માંથી છોડવામાં આવેલ ૨૦ લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.
ખેડૂતોના ખેતરોમાં પૂરના પાણી ભરાતા ઉભા પાક નષ્ટ થઈ ગયા છે.ત્યારે ભારે હોબાળા બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજને ખુબ જ ઓછું હોવાનું અસરગ્રસ્ત ખેડૂતો જણાવી એનાથી ખેડૂત બેઠો પણ થઈ નહી શકે તેમ કહી આ સહાય પેકેજ વધારવાની માંગ પણ કરી રહ્યા છે
અને ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૩૩ ટકાની અને બે હેકટર ની મર્યાદાને દૂર કરી પુર દરમ્યાના થયેલા ખેડૂતોને નુકસાન ની ના વ્યવસ્થિત માપણી અને ફોટા પાડીને ખેડૂતોને નુકસાનનીનું વળતર આપવું જાેઈએ.
તાજેતરમાં સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી ખેડૂતો ફરી બેઠા પણ થઈ શકે તેમ નથી તો તેથી તાત્કાલિક યોગ્ય વળતર આપે અને પશુપાલકોને પણ પશુઓનું વધુ વળતરની માંગ સાથે વર્ષ ૨૦૦૬ સુરતમાં આવેલ પૂર અને ૨૦૨૦ નર્મદા નદીમાં આવેલ પૂર માનવસર્જિત હતા
અને હાલમાં પણ સરકારે ભૂલનું પનરાવર્તન કરી પૂરનું સર્જન કર્યું હતું.જેથી જવાબદાર ડેમના સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ખેડૂત હિતની વાત કરતી સરકાર ભરૂચ જીલ્લાના પૂરગ્રસ્ત ખેડૂતોને પુનઃ પગભર કરવા વળતરમાં વધારો કરે છે કે નહિ તે જાેવું રહ્યું.