તેલંગાણા-આંધ્રપ્રદેશમાં પૂર અને વરસાદે તબાહી મચાવી
નવી દિલ્હી, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં ૧૧૦ ગામ ડૂબી ગયા છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં ૧૭ હજાર લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.
પૂર અને વરસાદને કારણે તેલંગાણામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંજોગોમાં આંધ્ર-તેલંગાણા બોર્ડર પાસે ગારિકપાડુમાં પાલેરુ પુલને ભારે નુકસાન થયું છે.
બ્રિજનો એક ભાગ ધોવાઈ જવાને કારણે નેશનલ હાઈવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે અનેક લોકોને રસ્તા પર સૂઈને રાત વિતાવવી પડે છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે વિજયવાડા શહેરના ઘણા ભાગોમાં પૂરના કારણે ૨.૭ લાખથી વધુ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નાયડુએ કહ્યું કે રવિવાર રાત સુધી પ્રકાશમ બેરેજમાંથી ૯.૭ લાખ ક્યુસેક પૂરનું પાણી છોડવામાં આવ્યું હતું.
આ પ્રકારનું પૂર છેલ્લે ૧૯૯૮માં આવ્યું હતું. ત્યારબાદ પ્રકાશમ બેરેજમાંથી ૯.૨૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વખતે છોડવામાં આવેલ પાણી ૫૦ હજાર ક્યુસેક વધુ છે.તેલંગાણાના ઘણા ભાગોમાં વિનાશકારી પૂરની વચ્ચે, એક પીડિત પરિવારના બચાવની વાર્તા પ્રકાશમાં આવી છે.
ખમ્મમમાં સ્થાનિક લોકોએ એક પરિવારને બચાવી લીધો છે. ખમ્મામની રહેવાસી અકુલા રાનીએ કહ્યું, ‘સંબંધીઓએ તરવૈયાઓની મદદથી ખમ્મામમાં ફસાયેલા અમારા પરિવારને બચાવ્યો. પોલીસ અને પ્રશાસનમાંથી કોઈ અમારી મદદ કરવા આવ્યું નથી IMD અનુસાર, તેલંગાણા, વિદર્ભ સિવાય, કોસ્ટલ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કર્ણાટક અને મરાઠવાડામાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
આ સાથે કેરળ, કોસ્ટલ મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, આજે પૂર્વ મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.SS1MS