અનેક અભિનેતા અભિનેત્રીઓના પુત્રો પુત્રીઓ ફિલ્મ જગતમાં નિષ્ફળ રહ્યાં છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/flopstarkids.jpg)
મુંબઈ, બૉલીવુડમાં તમે ઘણાં સુપરસ્ટારની સ્ટ્રગલ સ્ટોરી સાંભળી હશે. કેવી રીતે તેઓ મુશ્કેલીમાંથી નીકળીને સફળ થયા. તો બીજી તરફ એવા સ્ટાર કિડ્સ પણ છે જેમના માટે એન્ટ્રી તો સરળ થઈ જાય છે.
પરંતુ જગ્યા ટકાવી રાખવા તેમણે મહેનત કરવી પડે છે. આ સ્ટાર કિડ્સને ભલે ગમે તેટલી શાનદાર ફિલ્મમાં લોન્ચ કરવામાં આવે પણ જો ટેલેન્ટ અને નસીબ ન હોય તો ઓડિયન્સ રિજેક્ટ જ કરી દે છે.
ઉદય ચોપરાએ ધૂમ સિરીઝની ફિલ્મોથી બૉલીવુડમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું, પરંતુ તેઓ ખાસ કશું કરી નથી શક્યા. જે બાદ તે ફિલ્મોમાંથી ગાયબ જ થઈ ગયા. હાલ પણ બોલીવુડમાં પાછા ફરવાનો ઉદય ચોપરાનો કોઈ ઈરાદો હોય તેવું લાગતું નથી.
ઉદય ચોપરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર પ્રોડ્યુસર દિવંગત યશરાજ ચોપરાના નાના પુત્ર છે. તેમની ફેમિલી બોલીવુડના જુદા જુદા ફિલ્ડની સુપરસ્ટાર છે, પરંતુ એક્ટિંગ કરનાર ઉદય ચોપરા ફ્લોપ થઈ ગયા. લાખ પ્રયત્નો છતાંય ઉદય ચોપરા બોલીવુડની ફ્લોપ સ્ટાર કિડ્સની લિસ્ટમાં સામેલ છે. બોલીવુડમાં એવા કેટલાક ઉદાહરણ છે જેમાં સુપરસ્ટાર્સના બાળકોએ બોલીવુડમાં એન્ટ્રી તો કરી પરંતુ તે સુપર ફ્લોપ થઈ ગયા.
જાણો બોલીવુડના સુપરસ્ટાર્સ પેરેન્ટ્સ અને તેના સ્ટાર કિડ્સ વિશે જેને ઓડિયન્સે પસંદ ન કર્યા. બે સુપરસ્ટાર્સ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા બોલીવુડમાં ફ્લોપ રહી. સંખ્યાબંધ પ્રયત્નો છતાંય તે ઈન્ડસ્ટ્રીમાં ટકી ન શકી.
સુપર સ્ટાર ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન પિતાની જેમ જ હેન્ડસમ છે, જેને કારણે તેમની પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ ફરદીન પણ ખાસ કશું ઉકાળી ન શક્યા. સુપરસ્ટાર જીતેન્દ્રના પુત્ર તુષાર કપૂર બોલીવુડના એવા સ્ટાર કિડ્સ હતા, જેની પાસેથી ઓડિયન્સને ખાસ્સી આશાઓ હતી.
તેમની પહેલી ફિલ્મ સુપર હિટ પણ રહી પરંતુ બાદમાં બાકીની ફિલ્મો ડિઝાસ્ટર સાબિત થઈ. એટલે તુષાર કપૂર પપ્પાના સ્થાનની નજીક પણ ન પહોંચી શક્યા. તેમને હિટ કે સુપરહિટ ફિલ્મ માત્ર મલ્ટી સ્ટારર ફિલ્મો જ મળી.ફિલ્મ હીરોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર સુનીલ શેટ્ટીની પુત્રી આતિયા શેટ્ટી હજી સુધી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે સ્ટ્રગલ કરી રહી છે. મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી પણ ફ્લોપ સ્ટાર્સ કિડ્સના લિસ્ટમાં સામેલ છે.
બૉલીવુડના દિગ્ગજ એક્ટર રાજકુમારની પુત્રી વાસ્તવિક્તા પંડિત પણ બૉલીવુડમાં ૧થી ૨ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. ફિલ્મ ફ્લોપ રહી સાથે તેનું કરિયર પણ. અનુપમ ખેર અને કિરણ ખેરના પુત્ર સિકંદર ખેરનું કરિયર પણ સુપરફ્લોપ રહ્યું.
બૉલીવુડ કે પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી ટ્વિનકલ ખન્ના બોલીવુડમાં ફ્લોપ રહ્યા.
આ દિવસોમાં લેખક અને પ્રોડ્યુસર તરીકે તે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. શમિર્લા ટાગોરની પુત્રી સોહા અલી ખાન તેમના જેટલી જ સુંદર છે પરંતુ બોલીવુડમાં સોહા ફ્લોપ સાબિત થઈ. કાજોલની બહેન અને વીતેલા જમાનાની સુપરસ્ટાર એક્ટ્રેલ તનુજાની પુત્રી તનીષા મુખર્જી બોલીવુડના ફ્લોપ સ્ટાર કિડ્સમાંની એક છે.