અમદાવાદના ફ્લાવર શો-2025ના આ બુકેને ગીનીઝ બુકમાં સ્થાન મળ્યું
( પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિદ્ધીઓના એક નવા આયામ પર છે. દર વર્ષે યોજાતા અને લાખો લોકોને આકર્ષિત કરતાં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શા માં આ વર્ષે ફરી એક વાર ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે.
વર્ષ ૨૦૨૪માં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરી લીધા બાદ આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે (સાઇઝના માપ દંડોને આધારે) માટે ફરી એક વાર ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવી અમદાવાદને ફરી એક વાર વિશ્વ ફલક પર મૂક્યું છે.
આની પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ ૭+૭ મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.. તારીખ ૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ગિનિસ બૂકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ ૧૦.૨૪ મીટર હાઇટ અને ૧૦.૮૪ મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન મળ્યુ છે.
શહેરના ડે. મેયર જતીનભાઈ પટેલ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, નેતા મ્યુનિ. શાસક પક્ષ ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક મ્યુનિ. શાસક પક્ષ શ્રીમતિ શિતલબેન ડાગા, રિક્રીએશનલ કમિટી ચેરમેન જયેશભાઈ ત્રિવેદી, ડે, ચેરમેન શ્રીમતી સ્નેહાકુમારી પરમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન ઉપસ્થિત રહ્યા હતા.