15 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાવર શો2025ની આવક 3 દિવસમાં 1.50 કરોડ થઈ
ત્રણ દિવસમાં ૧.પ૮ લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી-આવક 1.50 કરોડ થઈ -3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલશે
અમદાવાદ, ૧પ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અમદાવાદ ઈન્ટરનેશનલ ફલાવર શો-ર૦રપને નિહાળવા માટે અમદાવાદીઓનું કીડીયારું સાબરમતી રિવરફ્રન્ટ પર ઊભરાયું હતું. ગઈકાલે રવિવાર હોવાથી એક લાખ મુલાકાતીઓ રિવરફ્રન્ટ પર ફલાવર શો જોવા માટે આવી પહોચ્યા હતા.
જો ત્રણ દિવસની વાત કરવામાં આવે તો ૧.પ૮ લાખ લોકોએ રિવરફ્રન્ટની મજા માણી હતી. ૩ જાન્યુઆરીથી શરૂ થયેલા ફલાવર શોમાં ૧૩પ૩થી વધુ અમદાવાદીઓ એવા છે જે વીઆઈપી બનીને ગયા હતા. પ્રતિવ્યક્તિદીઠ પ૦૦ રૂપિયાની ટિકિટ ખર્ચીને અમદાવાદીઓએ વીઆઈપી રીતે ફલાવર શો નીહાળ્યો હતો. વીકેએન્ડ હોવાથી ફલાવર શોમાં સહેલાણીઓનું કીડીયારું ઉભરાયું હતું.
Location: Flower Show 2025- Sabarmati Riverfront, Ahmedabad.
Started on January 3, 2025 and will continue till January 22, 2025.
Timings:- General admission: 8:30 AM to 9:00 PM. –
VIP slots: 9:00 AM to 10:00 AM and 10:00 PM to 11:00 PM.
Tickets AMC has set affordable ticket prices to ensure the event is accessible to all: –
General Admission: ₹70 (Monday to Friday) – ₹100 (Weekends) for visitors above 12 years of age. –
VIP Tickets: ₹500 per person for exclusive access during VIP hours.
તાત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહનું દુઃખદ અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે ૧ જાન્યુઆરીથી શરૂ થનારો ફલાવર શો ૩ જાન્યુઆરીએ શરૂ થયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં ફલાવર શોનું ઉદ્દઘાટન કર્યું હતું. પહેલાં દિવસે ફલાવર શોમાં ર૧,૪પ૦ લોકોએ મુલાકાત લીધી હતી. જેની આવક ૧૬ લાખ રૂપિયા થઈ હતી. શનિવાર અને રવિવાર હોવાથી ફલાવર શોમાં અમદાવાદીઓનો વધુ ધસારો જોવા મળ્યો હતો.
ગઈકાલે એક લાખ લોકોએ ફલાવર શો નીહાળ્યો હતો જેથી મ્યુનિ. કોર્પોરેશનને કરોડોની આવક થઈ હતી જ્યારે છેલ્લા ત્રણ દિવસની અંદર ફલાવર શોની ૧.પ૮ લાખ લોકોએ મુલાકાત લીધી છે જેનાથી મ્યુનિ.ને ૧.પ કરોડ રૂપિયા કરતાં વધુ રકમની કુલ આવક થઈ ગઈ છે.
આ સિવાય આ વર્ષે જે લોકોને વધારે ભીડ પસંદ ના હોય તેમના માટે અલગથી ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો છે. તેની ટિકિટ પ૦૦ રૂપિયા નક્કી કરાઈ છે. ૩ તારીખે પ્રિમિયમ સમયમાં ૪૦૩ લોકોએ મુલાકાત લીધી હતી અને તેનાથી ર.૧૦ લાખ જેટલી આવક થઈ હતી. બીજા દિવસે ૩૬,૩પ૬ લોકોએ મુલાકાત લીધી હતી તેનાથી ૪.૭પ લાખની આવક થઈ હતી.
ગઈકાલે ફલાવર શો જોવા માટે આવેલા અમદાવાદીઓએ તેમના વાહનો દૂર દૂર પાર્ક કરવા પડયા હતા. વલ્લભ સેવા સદનથી એલિસબ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. બે કિલોમીટરનું અંતર કાપવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. લોકોએ મન મૂકીને ફલાવર શો નિહાળ્યો હતો. જ્યારે આજથી સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.