ફોકસ લાઇટિંગનો Q3-FY2023-24 ગાળાનો ચોખ્ખો નફો રૂ. 9.61 કરોડ થયો
મુંબઈ, એલઇડી લાઇટ્સ અને ફિક્સરના ઉત્પાદન અને નવીન લાઇટિંગ સોલ્યુશન્સમાં રોકાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર લિમિટેડે (NSE – FOCUS) નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 9.61 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.59 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 109.4%ની વૃદ્ધિ દર્શાવે છે. Focus Lighting Q2 FY24 Net Profit Surges 109%
નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં માટે કુલ આવક રૂ. 57.86 કરોડ નોંધવામાં આવી હતી, જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 40.61 કરોડની સરખામણીએ વાર્ષિક ધોરણે 42.5% વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં એબિટા વાર્ષિક ધોરણે 57.8% વૃદ્ધિ સાથે રૂ. 13.11 કરોડ નોંધાઈ હતી.
નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં માટે એબિટા માર્જિન અને નેટ પ્રોફિટ માર્જિન અનુક્રમે 22.65% (220 બેસિસ પોઈન્ટ્સની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) અને 16.61% (531 બેસિસ પોઈન્ટ્સની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) નોંધાયા હતા. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં માટે ઈપીએસ વાર્ષિક ધોરણે 62% વૃદ્ધિ સાથે રૂ. 7.34 કરોડ નોંધાઈ હતી.
સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે, કંપનીએ વાર્ષિક ધોરણે 64.1%ની વૃદ્ધિ સાથે રૂ. 110.84 કરોડની કુલ આવક અને 174.86%ની વાર્ષિક ધોરણએ વૃદ્ધિ સાથે રૂ. 18.78 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
કંપનીની કામગીરી પર ટિપ્પણી કરતાં, ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત શેઠે જણાવ્યું હતું કે, “અમને નોંધપાત્ર સિદ્ધિઓની જાણ કરતાં આનંદ થાય છે, જે આવક અને ચોખ્ખો નફો બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ અમારા વૈવિધ્યસભર બિઝનેસ વર્ટિકલ્સમાં જોવા મળેલી મજબૂત માંગે આ વૃદ્ધિને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને રિસર્ચ માટે અમારું અતૂટ સમર્પણ અમારી સફળતાનો પાયો છે.
રેલ્વે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઐતિહાસિક સ્થળોની પુનઃસ્થાપના અને રિટેલ ઉદ્યોગમાં રોકાણને ઉત્તેજીત કરવામાં પણ સરકારની સહાય મહત્વની ભૂમિકા ભજવી છે, જે અમને નોંધપાત્ર તકો પૂરી પાડે છે. વધુમાં, નવીન લાઇટિંગ સોલ્યુશન્સ માટે ગ્રાહકોમાં વધતી જતી જાગૃતિ અને પસંદગી માંગને વધુ વેગ આપવા માટે તૈયાર છે.
એબિટા અને ચોખ્ખા નફામાં અમારો પ્રભાવશાળી વધારો મુખ્યત્વે ઓપરેશનલ કાર્યક્ષમતા અને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પગલાં પરના અમારા અવિરત ધ્યાનને આભારી છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી નવીન પ્રોડક્ટ ઓફરિંગ આખા વર્ષના બાકીના સમયગાળા દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.”
ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સ્ચર્સ લિમિટેડ (NSE – FOCUS) કંપનીની સ્થાપના 2005માં કરવામાં આવી હતી અને કંપની હાલમાં પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પૂરી પાડે છે જેમાં રિસેસ્ડ એડજસ્ટેબલ સ્પોટલાઇટ્સ, રિસેસ્ડ ડાઉનલાઇટ્સ, સરફેસ માઉન્ટેડ સ્પોટલાઇટ્સ, સરફેસ-માઉન્ટેડ/સસ્પેન્ડેડ ડાઉનલાઇટ્સ, સિસ્ટમ બેઝ્ડ સ્પોટલાઇટ્સ/વોલ વોશર, ટ્રેક-માઉન્ટેડ સ્પોટલાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે જે દરેક અલગ-અલગ કાર્ય ક્ષમતાઓ ધરાવે છે.
લાઇટિંગ ટેક્નોલોજીની તેની સમજ, દર્શક પર તેનો પ્રભાવ અને બજારની તકનીકી-સૌંદર્યલક્ષી આવશ્યકતાએ તેને લાઇટિંગ સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રેરિત કરી છે જ્યાં કાર્યક્ષમતા, રંગ પ્રસ્તુતિ અને શ્રેષ્ઠ લાઇટિંગ પરિમાણો પ્રાપ્ત કરવા માટે તેજસ્વી તીવ્રતા, મેઇન્ટેનન્સ-ફ્રી સુવિધા અને ઝગઝગાટ વિનાનો પ્રકાશ જેવી ઝંઝટ-મુક્ત સર્વિસ લાઇફ જેવા માપદંડો છે. લાઇટિંગ ડિઝાઇનના ક્ષેત્રમાં નિપુણ, જર્મનીના શ્રેષ્ઠ પ્રોડક્ટ ડિઝાઇનરો દ્વારા લ્યુમિનાયર્સની નવી શ્રેણી ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે જેને ભારતીય પ્રોફેશનલ્સની નિપુણ ટીમનું સમર્થન છે. કંપની ગુજરાતના સાણંદ ખાતે તેનું ઉત્પાદન એકમ ધરાવે છે.