પ્રોટોકોલ માનો કે ભારત જોડો યાત્રા બંધ કરો
નવી દિલ્હી, ચીનમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે યુરોપના ઘણા દેશોમાં કોરોનાએ પગપસેરો કર્યો છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આ દરમિયાન માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો હતો.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જાેડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવો જાેઈએ.
જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને યાત્રામાં સામેલ કરવામાં આવે. પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવો પણ અનુરોધ કર્યો છે કે જાે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જાેડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે. હવે આ મામલે રાજકારણ પણ શરૂ થયું છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે શા માટે માત્ર અમને જ સલાહ આપવામાં આવે છે? જ્યારે યાત્રામાં સામેલ તમામ યાત્રીઓનું વેક્સિનેશન થઈ ગયું છે. તેમણે સરકારને અપીલ કરી છે કે આખા દેશ માટે સમાન એડવાઈઝરી જારી કરવામાં આવે. કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે હરિયાણામાં છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે.
તમિલનાડુથી શરૂ થયેલી આ યાત્રા આજે હરિયાણા પહોંચી છે અને ત્યારબાદ પંજાબ જશે. સૂત્રોનું માનીએ તો સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં કોવિડ-૧૯ના નવા પ્રકાર અંગે નિષ્ણાતોના અભિપ્રાય પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, સૌથી મોટી સમસ્યા વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમો બનાવવાની છે. દેશમાં કોવિડ-૧૯ના હાલના પ્રકારો અને તેમની સ્થિતિ વિશે પણ આજે ચર્ચા કરવામાં આવશે.
લોકો શિયાળાની રજાઓમાં અને નાતાલના ત્રણ દિવસ અને નવા વર્ષની ઉજવણીના એક અઠવાડિયા પછી ઘણી મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, સરકાર નવા વર્ષના આગમનના સંદર્ભમાં આયોજિત કાર્યક્રમોમાં તકેદારી સંબંધિત નિયમો પર ચર્ચા કરી શકે છે.SS1MS