Western Times News

Gujarati News

ગુજરાતના યુવાનોને નશામાં ધકેલવા ઝારખંડથી રાજસ્થાન થઈ 1 કરોડનો પોશ ડોડાનો જથ્થો આવ્યો હતો

પ્રતિકાત્મક

તપાસ કરતા લગભગ ૪૪૩૩ કિલો જેટલો પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

મધ્યપ્રદેશ NCBની કાર્યવાહીને પગલે ગુજરાત પોલીસે 1 કરોડનો પોશ ડોડાનો જથ્થો ઝડપ્યો-મહેસાણા ટોલપ્લાઝા પાસેથી રૂ. એક કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતના મહેસાણા ટોલ પ્લાઝા પાસેથી એનસીબીની ટીમે રૂ. એક કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.

મધ્યપ્રદેશ NCBની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં પોશ ડોડાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ એનસીબીએ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાય શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડથી રાજસ્થાન થઈને ગુજરાતમાં એક ટ્રકમાં શંકાસ્પદ જથ્થો લાવવામાં આવ્યો હોવાની ગુપ્તચર એજન્સીની માહિતીના આધારે એનસીબીની ટીમ ગુજરાત આવી હતી. તેમજ ટ્રકને ટ્રેક કરવાની કવાયત શરૂ કરી હતી.

દરમિયાન મહેસાણાના ટોલપ્લાઝા પાસે શંકાના આધારે એક કન્ટેનર અટકાવ્યું હતું. કન્ટેનરની તપાસમાં અંદરથી એક-બે નહીં પરંતુ ૨૦૬ જેટલી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જેમાં તપાસ કરતા લગભગ ૪૪૩૩ કિલો જેટલો પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યાં હતા.

આરોપીઓને કન્ટેનરમાં બિસ્કીટની જાણીતી બ્રાન્ડના બોક્સની પાછલ આ જથ્થો છુપાવી રાખ્યો હતો. એનસીબીએ પોશ ડોડાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.