ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૭૫૮ કિલો નકલી મરચું ઝડપ્યું
મહેસાણા, રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુઓ સામે આરોગ્ય વિભાગે તવાહી બોલાવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે આરોગ્ય વિભાગે દંડો ઉગામ્યો છે. નકલી પનીર બાદ હવે મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો પકડાયો છે. ૭૫૮ કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે. Food and Drugs Department busted 758 kg of fake chillies during a raid in Vijapur.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ પાડતાં નકલી મરચાનો પર્દાફાશ થયો હતો. માર્કેટમાંથી ખાદ્ય મસાલા લેતા પહેલા સાવધાન રહેજાે. મહેસાણામાંથી નકલી મરચાંનો જથ્થો પકડાયો છે. ૭૫૮ કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ કરી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચાલતો હતો. પ્લોટ નંબર ૪૨માં નકલી મરચાનો ગોરખધંધો ચાલતો હતો. મહેશ પુનમચંદ મહેશ્વરી નામનો આરોપી નકલી મરચું બનાવતો હતો.
સ્થળ પરથી ૫ લાખ કરતા વધુ નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી હતી. જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ કરી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચાલતો હતો.
સ્થળ પરથી ૫ લાખ કરતા વધુ નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી હતી. જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી વધુ નફો કમાવવાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય છે.
આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને નકલી પનીરનો પર્દાફાશ કર્યો હતો. તાજેતરમાં જ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી પનીરનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS