ઝઘડિયાના ઈન્દોર અને પાણેથા ગામના પૂરગ્રસ્તોને અનાજ વિતરણ કરાયું
સ્વ.અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કર્યુ
(પ્રતિનિધિ) ભરૂચ, સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના બે પૂર અસરગ્રસ્ત ગામની લેવાય મુલાકાત મુમતાઝ પટેલે પૂર અસરગ્રસ્તોને અનાજનું વિતરણ કર્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ઈન્દોર અને પાણેથા ગામની સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે મુલાકાત લઈ અસરગ્રસ્તોને અનાજનું વિતરણ કર્યું હતું.
તા.૩૧ મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ઈન્દોર અને પાણેથા ગામની સ્વ.અહેમદ પટેલના પુત્રી અને છૈંઝ્રઝ્રના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ૫ દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ જીલ્લાના ૩ તાલુકાના ૩૫થી વધુ ગામોમાં રહેતા હજારો પરીવારોને હચમચાવી દીધા છે.
ત્યારે પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લઈ મુમતાઝ પટેલ દ્વારા અસરગ્રસ્તોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના ખબર અંતર પૂછી જરૂર પડ્યે સાથે ઊભા રહેવાની પણ તેઓએ વાત કરી હતી.આ પ્રસંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.