ફૂડ પેકેજિંગમાંથી શરીરને નુકસાન કરતાં ૩૬૦૦થી વધુ રસાયણો મળી આવ્યા
(એજન્સી) નવી દિલ્હી, ૧૭ સપ્ટેમ્બર ર૦ર૪ મંગળવારના રોજ પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે ફૂડ પેકેજિંગ અથવા તેની તૈયારીમાં ઉપયોગમાં લેવાતા ૩૬૦૦થી વધુ રસાયણો માનવ શરીરમાં મળી આવ્યા છે જેમાંથી કેટલાક સ્વાસ્થ્ય માટે જોખમી છે જ્યારે અન્ય વિશે ઓછી જાણકારી છે.
આમાંના લગભગ ૧૦૦ રસાયણો માનવ સ્વાસ્થ્ય માટે ચિંતાજનક માનવામાં આવે છે. ઝયુરિચ સ્થિત એનજીઓ ફૂડ પેકેજિંગ ફોરમ ફાઉન્ડેશનના મુખ્ય અભ્યાસ લેખક બિર્ગિટ ગ્યુકેએ જણાવ્યું હતું કે, આમાંના કેટલાક રસાયણોનો પ્રમાણમાં સારી રીતે અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે પહેલાંથી જ માનવ શરીરમાં મળી આવ્યા છે જેમ કે, પીએફએએસ અને બિસ્ફેનોલ એ-જે બન્ને પ્રતિબંધિત છે.
પરંતુ અન્ય લોકોના સ્વાસ્થ્ય અસરો વિશે ઓછી જાણકારી છે. પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા રસાયણો ખોરાકની સાથે કેવી રીતે પેટમાં જાય છે તે અંગે વધુ સંશોધનની જરૂર છે. સંશોધકોએ અગાઉ લગભગ ૧૪૦૦૦ ખાદ્ય સંપર્ક રસાયણોની યાદી સૂચિબુદ્ધ કરી હતી જે પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ અથવા અન્ય સામગ્રીમાંથી બનેલા પેકેજિંગમાંથી ખોરાકમાં આવે છે. તેઓ ખોરાક બનાવવાની પ્રક્રિયાના અન્ય ભાગોમાંથી પણ આવી શકે છે જેમ કે કન્વેયર બેલ્ટ અથવા રસોડાના વાસણોમાંથી ત્યારબાદ સંશોધકોએ હાલના બાયોમોનિટરીંગ ડેટાબેઝમાં આ રસાયણોની શોધ કરી જે માનવ નમૂનાઓમાં રસાયણોને ટ્રેક કરે છે.
ગ્યુકેએ જણાવ્યું હતું કે, તેઓએ ૩૬૦૧ રસયાણો શોધી કાઢયા છે. જ્યુકેએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ એ દર્શાવી શકતો નથી આ બધા રસાયણો ખોરાકના પેકેજિંગમાંથી શરીરમાં આવશ્યકપણે સમાપ્ત થાય છે કારણ કે, અન્ય એકસપોઝર સ્ત્રોતો શક્ય છે. ઉચ્ચ રસાયણોમાં પીએફએએસ હતા જેને કાયમી રસાયણો તરીકે પણ ઓળખવામાં આવે છે જે તાજેતરના વર્ષોમાં માનવ શરીરના ઘણા ભાગોમાં મળી આવ્યા છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલા છે.
બિસ્ફેનોલ છ પણ મળી આવ્યું હતું. જે પ્લાસ્ટિક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને હોર્મોનમાં વિક્ષેપ પાડતું રયાસણ હતું જે ઘણા દેશોમાં બાળકની બોટલોમાંથી પહેલેથી જ પ્રતિબંધિત છે. અન્ય હોર્મોન-વિક્ષેપ પાડતું રસાયણ હતું જે વંધ્યત્વ સાથે સંકળાયેલું છે. ઓલિગોમર્સ વિશે જાણકારી ઓછી છે જે પ્લાસ્ટિકના ઉત્પાદનની આડપેદાશ પણ છે.
આ રસાયણોની આરોગ્ય અસરો પર લગભગ કોઈ પુરાવા નથી. આ રસાયણો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. જ્યુકેએ ભલામણ કરી હતી કે, લોકો પેકેજિંગ સાથેનો તેમનો સંપર્ક ઘટાડે અને પેકેજિંગમાં આવે છે તેમાં ખોરાકને ગરમ કરવાનું ટાળવું જોઈએ.
આ પૈકી કેટલાક રસાયણો પહેલેથી જ પ્રતિબંધ છે. યુરોપિયન યુનિયન ફૂડ પેકેજિંગમાં પીએફએએસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના અંતિમ તબક્કામાં છે. એ પણ આ વર્ષના અંતથી બિસ્ફેનોલ છ માટે સમાન પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકયો છે. આ અભ્યાસ જનરલ ઓફ એકસપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત થયો હતો.