પેટલાદમાં પેરામિલેટ્રી ફોર્સનું ફુટ પેટ્રોલીંગ
(તસ્વીરઃ દેવાંગી ઠાકર, પેટલાદ) આવનાર દિવસોમાં ઈદ, રામનવમી, હનુમાન જયંતીના તહેવારો આવી રહ્યાં છે. ઉપરાંત આણંદ બેઠક ઉપર તા.૧૨ એપ્રિલથી લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થનાર છે. તેવા સમયે જીલ્લા સહિત પેટલાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર ખડેપગે તૈયારીમાં લાગી ગયું છે.
જેના ભાગરૂપે પેટલાદમાં આજરોજ સાંજે ૬ કલાકે પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ મુખ્ય રાજમાર્ગો ઉપર ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં ટાઉન પીઆઇ કે ડી બ્રહ્મભટ્ટ, ડીવાયેસપી પી કે દિયોરા સહિત ટાઉન પોલીસ કાફલો જોડાયા હતા.