ફુટપાથો પહોળી કરતા પરિમલ ગાર્ડન પાસે વાહન ચાલકો ત્રાહિમામ
સેન્ટ્રલ મોલ પાસે ત્રણ રસ્તા પર સતત ટ્રાફિકજામના દ્રશ્યોઃ સીસીટીવી કેમેરા
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનનો અમલ કરવા માટે પોલીસતંત્ર સતત વાહનચાલકો પર દંડનીય કાર્યવાહી કરી રહી છે પરંતુ યોગ્ય આયોજનના અભાવે વાહનચાલકો દંડાય રહયા છે. પોલીસ અને કોર્પોરેશનની અણઆવડતના કારણે શહેરમાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે આંબાવાડી વિસ્તારમાં પરિમલ ગાર્ડનથી લઈ સેન્ટ્રલ મોલ ત્રણ રસ્તા સુધી સતત ટ્રાફિકજામ રહેતો હોવાથી વાહનચાલકો હવે આ રસ્તા પરથી પસાર થવાનું ટાળી રહયા છે. પરિમલ ગાર્ડન પાસે રસ્તો કાપી ફુટપાથ પહોળી કરતા ટ્રાફિકજામ થઈ રહયો છે.
અમદાવાદ શહેરમાં નાના વહેપારીઓના ઓટલા તોડી રસ્તાઓ ખુલ્લા કરવાનો દાવો કરનાર મ્યુનિ. કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ફુટપાથો બનાવી રહયા છે જાકે આ તમામ ફુટપાથો પાર્કિગ ઝોન બની ગઈ છે જેના પરિણામે રાહદારીઓ રસ્તા પર ચાલવા મજબુર બની રહયા છે અને કેટલાક રાહદારીઓના અકસ્માતે મોત પણ નીપજયા છે. આવી ગંભીર પરિસ્થિતિ છતાં શહેરમાં ઠેરઠેર બિલ્ડરોના લાભાર્થે પાર્કિગ માટે આવી ફુટપાથો બનાવવામાં આવી રહી છે.
પરિમલ ગાર્ડન ચાર રસ્તા પર જ અગાઉ પરિમલ ગાર્ડનના ઝાંપા પાસે મોટુ સર્કલ બનાવવામાં આવ્યું હતું પરંતુ ભારે ઉહાપોહ થતાં આખરે કોર્પોરેશનના અધિકારીઓ જાગ્યા હતા પરંતુ હવે પરિમલ ગાર્ડનની સામે જ ચાર રસ્તા પર જ મોટી ફુટપાથ બનાવવામાં આવી રહી છે જેના પરિણામે રસ્તો સાંકડો થઈ ગયો છે આ પરિસ્થિતિમાં પંચવટીથી આવતા મોટા વાહનોને ચિરાગ મોટર ચાર રસ્તા પર જવા માટે જાખમી વળાંક લેવો પડે છે અને વાહન ચાલકો ખૂબજ મુશ્કેલીમાં મુકાય છે.
આંબાવાડીના રસ્તાઓ ઉપર સર્જાયેલી આ પરિસ્થિતિથી દિવસ દરમિયાન સતત ટ્રાફિકજામના દ્રશ્યો જાવા મળે છે અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોર્પોરેશન તંત્રની અણઆવડતના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે. સેન્ટ્રલ મોલ પાસેના ત્રણ રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા સીધા જવા માટે પણ ટ્રાફિક સિગ્નલ લગાડી દીધી છે ત્યારે આંબાવાડીના રસ્તા પર દબાણ અને પા‹કગના કારણે વાહનચાલકો અટવાઈ પડે છે.
કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસતંત્રની બેદરકારીના કારણે આજે વાહનચાલકો આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે જેના પરિણામે હવે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. આંબાવાડીમાં દબાણો દુર કરવાના બદલે રસ્તા પર દબાણો વધવા લાગ્યા છે
નજીકમાં જ છડાવાડ પોલીસ ચોકી હોવા છતાં અહિંયા દિવસભર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. પરિમલ ગાર્ડન ચાર રસ્તા પર સર્જાયેલી સ્થિતિ માટે કોણ જવાબદાર તેવો પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા મ્યુનિ. કમિશ્નર આ રસ્તા પરથી પસાર થાય તો તેઓને સાચી પરિÂસ્થતિનું જ્ઞાન થઈ શકે તેમ છે.