અમદાવાદના માત્ર 28 ટકા રોડ પર જ ફૂટપાથઃ જયાં છે ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ
અમદાવાદમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાની વાત હતી પરંતુ હજી સુધી એક પણ ટોયલેટ બનાવવામાં આવ્યા નથી
શહેરમાં કુલ રોડ નેટવર્કની લંબાઇ ૨૬૩૪ કિ.મી.ની છે. ૧૯૦૨.૫૭ કિ.મી.ના રસ્તાઓ એવા છે કે, જેની ઉપર ફૂટપાથ જ નથી. જયાં ફૂટપાથ છે ત્યાં દબાણો થયા છે, ગેરકાયદેસર પાર્કિગ તેમજ લોકો કચરો નાંખે છે જેને કારણે રાહદારીઓ રોડ પર ચાલે છે અને અકસ્માતનો ભોગ બને છે.
મ્યુનિ. કોર્પોરેશન ની ભૂલનો ભોગ નાગરિકો બની રહયા છેઃ શહેઝાદખાન
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરમા થતા અકસ્માર્તો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જવાબદાર હોવાના તેમજ શહેરમાં ફૂટપાથો, ટ્રાફિક સિગ્નલ, સ્પીડ લિમિટ બોર્ડ અને સ્ટ્રીટ લાઈટો વગેરે પૂરતા ન હોવાના કારણે અકસ્માત થાય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
મ્યુનિ. સત્તાધીશોએ બજેટમાં કરોડો રૂપિયાના કામોની જાેગવાઈ કરી છે,પરંતુ મોટાભાગના કામ ન થયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેને લઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટેએ જણાવ્યું હતું કે અમારા દ્વારા જે પણ બજેટમાં જાહેરાતો કરવામાં આવી હતી તેમાં ૮૫ ટકા કામોની શરૂઆત થઈ ચૂકી છે.
મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, શહેરમાં કુલ રોડ નેટવર્કની લંબાઇ ૨૬૩૪ કિ.મી.ની છે. આ તમામ રસ્તાઓની પહોળાઇ ૨૦ ફૂટથી ૨૦૦ ફુટની છે, ૧૯૦૨.૫૭ કિ.મી.ના રસ્તાઓ એવા છે કે, જેની ઉપર ફૂટપાથ જ નથી. શહેરના ૭૨ ટકા રસ્તાઓ પર ઉપર કોઇ જ ફૂટપાથ નથી
.માત્ર ૨૮ ટકા રસ્તાઓ ઉપર જ ફૂટપાથ છે. અમદાવાદ શહેરમાં ફૂટપાથ વિનાના રોડ હોવાના કારણે નાગરિકોએ રોડ ઉપર ચાલવું પડે છે, તેઓ અકસ્માતનો ભોગ બને છે. રોડની પહોળાઇ પ્રમાણે ફિક્સ ફુટપાથની પહોળાઇ નક્કી કરતી પોલીસી બનાવવી જાેઇએ. ફુટપાથ ઉપર કોઇપણ કંપનીને કોઇપણ પ્રકારનું કામ કરવાની મંજુરી આપવી જાેઇએ નહીં. મોબાઇલ ટાવર લગાડવા કે વીજળીની લાઇનની ડીપી લગાડવાની મંજુરી આપવી જાેઇએ નહીં.
શહેરમાં સેન્ટ્રલ વર્જની પહોળાઇ, તેમાં રોપવાના થતાં વૃક્ષો, તેમાં લાગતા એડવર્ટાઇઝિંગના બોર્ડ સહિત તમામ બાબતોના મુદ્દે એક નીતિ હોવી અનિવાર્ય છે. શહેરમાં મોટી સાઇઝના સેન્ટ્રલ વર્જ અકસ્માતનું એક કારણ બની રહ્યાં છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં હજુ પણ સેન્ટ્રલ વર્લ્ડ એટલે કે, સર્કલની ડિઝાઇનની કોઇ ચોક્કસ પોલિસી અમલી નથી.
શહેરમાં ચાર રસ્તા કે જંકશનો ઉપર જે સેન્ટ્રલ વર્જ કે સર્કલનો વિકાસ કરવામાં આવે છે, જેમાં જુદી-જુદી ત્રિજ્યામાં સર્કલનો વિકાસ કરવામાં આવે છે તેવા સંજાેગોમાં કેટલાંક જંકશનો ઉપર મોટા સર્કલ થઇ ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.
અકસ્માત પણ વધ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકોને જરાય સંવેદનશીલતા હોય તેવું લાગતું નથી. શહેરમાં અકસ્માત નિવારવા માટે રોડના કામોમાં ગુણવત્તાયુક્ત કામો કરાવવા તે શાસર્કોની નૈતિક જવાબદારી છે પણ આ નૈતિક જવાબદારીમાંથી શાસકોએ હાથ ઊંચા કરી દીધાં છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે ઝ્રઝ્ર્ફ લગાવવામાં આવ્યા છે અને સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવી છે જે બંધ હાલતમાં છે.
વિપક્ષના નેતાએ વધુમાંજણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના બજેટો અંગેની જાહેરાત કરવામાં આવી છે છતાં પણ હજી હજી સુધી મોટાભાગના કામો થયા નથી બજેટમાં થલતેજ વિસ્તારમાં ઝાયડસ રોડ ઉપર ૩૦ બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ, હજી સુધી બનાવવામાં આવી નથી.
શહેરમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાની વાત હતી પરંતુ હજી સુધી એક પણ ટોયલેટ બનાવવામાં આવ્યા નથી આમ કરોડો રૂપિયાના કામો હજી સુધી ન થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને લઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જવાબ આપતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાના કામો અમે મંજૂર કર્યા છે
અને તેમાં ૮૫ ટકા કામો શરૂ પણ થઈ ગયા છે શહેરનો સૌથી મોટો પ્રોજેક્ટ એવો ખારીકટ કેનાલનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે જે સૌથી મોટી વાત છે. શીલજ પાસે રૂપિયા દસ કરોડનું દાન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને આપવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ બેડની હોસ્પિટલ બની ગઈ છે. ૨ મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે.