Western Times News

Gujarati News

૪૧ વર્ષથી મહિલા માત્ર લીંબુ-પાણી પર જ જીવે છે

ખોરાક તરીકે, તેણી છેલ્લા ૪૧ વર્ષથી પાણીમાં માત્ર થોડા ગ્રામ મીઠું, ખાંડ અને લીંબુનો રસ પીવાનો દાવો કરે છે

૨૨ વર્ષની ઉંમરથી જ કર્યો હતો અન્નનો ત્યાગ!

નવી દિલ્હી,દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો હોય છે અને તેઓ પોતાની વિચારધારા અનુસાર જીવન જીવે છે. વિયેતનામની એક મહિલા પણ આવી જ વિચિત્ર જીવનશૈલી જીવી રહી છે. મહિલાનો દાવો છે કે તે છેલ્લા ૪૧ વર્ષથી બિલકુલ નક્કર ખોરાક નથી લઈ રહી, પરંતુ તે પાણીમાં કેટલીક મૂળભૂત વસ્તુઓ ઉમેરીને જ પી રહી છે.

મહિલાનો દાવો છે કે તેણે ૨૨ વર્ષની ઉંમરથી જ નક્કર ખોરાક ખાવાનું બંધ કરી દીધું છે અને તે માત્ર લીંબુ પાણી પર જ જીવે છે. આશ્ચર્યની વાત એ છે કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર જાેવા મળતી નથી. ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટ અનુસાર, શિકંજી જે સામાન્ય રીતે ઉનાળામાં પીવામાં આવે છે તે તેનો મૂળભૂત આહાર છે અને તેની મદદથી તે તેના શરીરને તમામ પોષક તત્વો આપી રહી છે.

આ વાત ચોંકાવનારી લાગશે પણ આ સત્ય છે. મિસ નગોન નામની એક મહિલા ૬૩ વર્ષની છે, પરંતુ તે તેની ઉંમર માટે એકદમ ફિટ અને સ્વસ્થ દેખાય છે. તેમનામાં ન તો ઉર્જાનો અભાવ છે કે ન તો ઉત્સાહ. તે વિવિધ પ્રકારના યોગાસનો કરે છે, જે તેને તેની ઉંમર કરતા ઘણી નાની લાગે છે. ખોરાક તરીકે, તેણી છેલ્લા ૪૧ વર્ષથી પાણીમાં માત્ર થોડા ગ્રામ મીઠું, ખાંડ અને લીંબુનો રસ પીવાનો દાવો કરે છે. ૨૧ વર્ષની ઉંમર સુધી તે ભાત અને અન્ય નક્કર ખોરાક ખાતી હતી, પરંતુ તેને પેટની સમસ્યા અને આંખો ઝાંખી પડવાની સમસ્યા થવા લાગી.

તપાસ કરતાં જાણવા મળ્યું કે તે લોહીની બીમારીથી પીડિત હતી. ઘણી દવાઓ પછી તેણે આ બધું છોડી દીધું અને શિકંજી પીવા લાગ્યા. મહિલાનો દાવો છે કે તેણે ખોરાક છોડીને માત્ર લીંબુનું શરબત પીધું અને તેણે ખૂબ જ સકારાત્મક પરિણામો જાેયા. તેની આંખો તો ઠીક પણ તેની બીમારી પણ સારી થવા લાગી. તેણીએ આ એક ડૉક્ટરની સલાહ પર શરૂ કર્યું, જેનું નામ તે કહી શકતી નથી.

આ પદ્ધતિ સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે, તેથી તે પોતાનું નામ દુનિયા સમક્ષ લાવવા માંગતી નથી. તેના ઘરના લોકોને લાગે છે કે તે લાંબા સમય સુધી આ જીવનશૈલીમાં ટકી શકશે નહીં, પરંતુ તેના સ્વાસ્થ્ય પર તેની ચમત્કારિક અસર પડે છે. હવે તે લોકોને યોગ અને સ્વસ્થ જીવનશૈલી વિશે જણાવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.