Western Times News

Gujarati News

iPhoneની લાલચમાં ૧૮ વર્ષના છોકરાએ વૃદ્ધની હત્યા કરી

પુરાવાનો નાશ કરવા તેમનો પલંગ સળગાવી દીધો

પ્રયાગરાજ, યુપીના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૧૮ વર્ષના છોકરાએ માત્ર એક Apple iPHone માટે એક વૃદ્ધની હત્યા કરી નાખી. આટલું ઓછું હોય તેમ પુરાવાનો નાશ કરવા માટે તેમનો પલંગ પણ સળગાવી દીધો. જોકે આ હત્યારાએ આ હત્યાથી બચવા માટે ઘણી કોશિશ કરી હતી, પરંતુ તેની તમામ યુક્તિઓ પોલીસની સામે નિષ્ફળ ગઈ હતી.

પ્રયાગરાજની કારેલી પોલીસે એક ૧૮ વર્ષના યુવાનની હત્યાના કેસમાં ધરપકડ કરી છે, તેણે હત્યા બાદ ખૂબ જ ચાલાકીપૂર્વક પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે એસીપી પુષ્કર વર્મા અને તેની આકરી પૂછપરછ કરી ત્યારે હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલા છોકરાએ વૃદ્ધાના બેંકમાં જમા કરાવેલા પૈસા માટે આ હત્યા કરી હતી.

અને આ જ પૈસા આરોપી સામે હત્યાનો પુરાવો બની ગયો હતો. શાતિર હત્યારાએ વૃદ્ધની હત્યા કર્યા બાદ મૃતકના પલંગને આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં તેણે વીજળીના વાયરો એવી રીતે સેટ કર્યા કે પોલીસને પણ એવું લાગ્યું કે મૃત્યુ વીજળીના કરંટથી થયું છે.

શરૂઆતની પૂછપરછમાં તો પોલીસને પણ એવું જ લાગ્યું હતું કે આ એક અકસ્માત છે, પરંતુ જ્યારે આઈપીએસ અધિકારીએ આ કિસ્સામાં ઝીણવટથી તપાસ કરી તો આ હત્યાનું રહસ્ય અને તેની પાછળનું કારણ સામે આવ્યું.

પ્રયાગરાજના કારેલીમાં રહેતા ચંદ્ર પ્રકાશ શ્રીવાસ્તવ ઘરમાં એકલા જ રહેતા હતા. અને તેમની પાડોશમાં રહેતા આદિત્ય મૌર્ય સાથે સારો વ્યવહાર થયો. એક દિવસ ઘરનું એસી બરોબર ચાલતું નહોતું તેથી ચંદ્ર પ્રકાશે આદિત્યને સર્વિસ સેન્ટર પર ફોન કરવા કહ્યું હતું. ત્યારે આદિત્યએ ચંદ્ર પ્રકાશને કહ્યું કે, સર્વિસ સેન્ટર વધુ પૈસા લેશે. ત્યારે ચંદ્ર પ્રકાશે આદિત્યને તેમની બેંક પાસબુક બતાવી અને કહ્યું કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. તને જેટલું કહેવામાં આવે તેટલું કરો.

ત્યારપછી આદિત્યનું મન બેંકમાં જમા વૃદ્ધાના પૈસા પર લાગી ગયું હતુ અને તેણે આ પૈસા પડાવી લેવાનો જુગાડ શરુ કરી દીધો હતો. એક દિવસ આદિત્યએ ચંદ્ર પ્રકાશનું ATM ચોરી લીધું અને તેનો પીન નંબર પણ શોધી કાઢ્યો. જ્યારે પણ તે એટીએમમાંથી પૈસા ઉપાડતો ત્યારે મેસેજ ચંદ્ર પ્રકાશના મોબાઈલમાં જતો હતો, તેથી આદિત્યએ તેમનો મોબાઈલ ચોરવાનો પ્લાન બનાવ્યો.

અને એક દિવસ રાતના સમયે અંધારામાં ચંદ્ર પ્રકાશના ઘરમાં ઘુસી ગયો. આદિત્યએ તેના પ્લાન પ્રમાણે ચંદ્ર પ્રકાશનો મોબાઈલ તો ચોરી લીધો, પરંતુ મોબાઈલ લઈને ભાગતી વખતે તેનો પગ ટેબલ સાથે અથડાયો, જેના કારણે ટેબલ પડી ગયું અને અવાજ થતાં ચંદ્ર પ્રકાશ જાગી ગયા. આદિત્ય ત્યાથીં ભાગવાની કોશિશ કરતાં ચંદ્ર પ્રકાશે તેને પાછળથી પકડી લીધો,

પરંતુ આદિત્યએ દરવાજાને એટલો જોરથી ધક્કો માર્યો કે ચંદ્ર પ્રકાશ દરવાજાના હેન્ડલ સાથે અથડાઈને નીચે પડ્યા. જેથી માથામાં ગંભીર ઈજા થઈ અને તે નીચે પડી ગયા. બીજા દિવસે આદિત્યએ જોયું કે, ચંદ્ર પ્રકાશના ઘરેથી કોઈ અવાજ ન આવતાં સમાચાર પૂછવાના બહાને તેમના ઘરે ગયો. આ દરમિયાન તેણે જોયું કે ચંદ્ર પ્રકાશ મૃત હાલતમાં પડેલાં હતા. તેથી શાતિર આદિત્યએ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે ફરી નવો પ્લાન કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.