રાધારાણી માટે રૂ. ૬ કરોડનું સિંહાસન: ભક્તોએ જ સોના-ચાંદીથી તૈયાર કર્યું
મથુરા, મથુરાના બરસાનામાં હીરા અને સોના ચાંદીથી બનેલા સિંહાસનને બુધવારે બપોરે રાધારાણી મંદિરમાં પહોંચાડાયું હતું. ગુરુવારની સવારે રાધારાણીએ આ સિંહાસન પર વિરાજમાન થઇને ભક્તોને દર્શન આપ્યા હતા.
આ સિંહાસનને દિલ્હીના શ્રી વ્રજ હરિ સંકીર્તન મંજળના બબ્બૂ ભૈયાએ ભેટ કર્યું છે. હીરાથી જડિત આ સિંહાસનમાં ૫૫ કિલો ચાંદી અને પાંચ કિલો સોનાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
સંકીર્તન મંડળના સભ્ય વ્રજ બિહારી શર્માએ કહ્યું કે, બબ્બૂ ભૈયા ૫૨ વર્ષોથી વગર રૂપિયા લીધે ઘરોમાં ભજન કીર્તનનું ગાયન કરી રહ્યા છે. શ્રીજીની પ્રેરણાથી હીરા જડિત સ્વર્ણ રજ સિંહાસન બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. સિંહાસનને બનાવવા માટે પ્રસ્તાવ બબ્બૂ ભૈયાએ સંકીર્તન મંડળની સમક્ષ રાખ્યો તો દરેકે તેને બનાવવાનો ર્નિણય કર્યો. સિંહાસન બનાવવા માટે લગભગ ૬ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
લોકોએ પૈસા એકઠા કરીને તેને બનાવડાવ્યું છે. તેમાં ૧૦ લાખ રૂપિયાના હીરા જડવામાં આવ્યા છે. સિંહાસનનું નિર્માણ કરાવીને રાધારાણીના ચરણોમાં બુધવારે બપોરે સમર્પિત કરવામાં આવ્યું.
ગુરુવારે રાધારાણીએ નવ નિર્મિત સિંહાસનમાં બિરાજમાન થઇને ભક્તો પણ કૃપા વરસાવી છે. આ દરમિયાન મંદિરને ભવ્ય રીતે ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. રાધારાણીના બિરાજમાન થવાની ખુશીમાં મંદિર પરિસમાં ભંડારાનું બે દિવસ આયોજન કરવામાં આવશે.
ર્સંકિતન મંડળના શ્રદ્ધાળુઓએ બેન્ડ વાજા સાથે સ્વર્ણ જડિત સિંહાસનને લઇને શોભાયાત્રા કાઢી હતી. ત્યાર બાદ નંદગાંવ બરસાનાના ગોસ્વામી સમાજે સંયુક્ત રૂપે વધામણા કર્યા હતા. રિસીવર સંજય ગોસ્વામીએ કહ્યું કે, સિંહાસનને ચઢાવવાનો સંકલ્પ દિલ્હીના શ્રદ્ધાળુએઓ કર્યો હતો. આમ તો રાધારાણી પાસે સોના ચાંદીના સિંહાસન છે, પણ આ સિંહાસન જાેવામાં એકદમ અલગ છે.
હવે વ્રજના મહારાણી ભક્તોને આ સિંહાસન પર બિરાજમાન થઇને લોકોને દર્શન આપશે.
રાધારાણીનું નામ શ્રીકૃષ્ણ સાથે હંમેશા લેવામાં આવે છે. શ્રીકૃષ્ણના ભક્તોના મોઢા પર રાધા કૃષ્ણ લગભગ એકસાથે જ નીકળતું હોય છે. આ બે શબ્દો કે બે નામ એકબીજાની સાથે જ લેવાય છે. હિંદુ પૌરાણિક શાસ્ત્રો અનુસાર, રાધાનું નામ જપવાથી શ્રીકૃષ્ણ એટલે કે, બિહારી જલ્દી પ્રસન્ન થાય છે. કૃષ્ણ નગરી આવાનારા રાધારાણીના દર્શન કરવા જરૂર આવે છે.
માન્યતા છે કે, રાધા,ટમી પર જે પણ સાચા મન અને શ્રદ્ધા સાથે રાધાની આરાધના કરે છે, તેને જીવનમાં દરેક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જન્માષ્ટમીની જેમ જ રાધાષ્ટમી પર ધૂમ રહે છે. રાધાષ્ટમીના મોકા પર મધ, મીશ્રી સહીત ખીર બનાવીને રાધા અને કૃષ્ણ ભગવાનને ભોગ લગાવવામાં આવે છે.HS1MS