બળવાખોર વિધાનસભ્યો માટે અજિત પવારે વિકાસ કાર્યો માટે રૂ. ૧,૫૦૦ કરોડની વિશેષ જાેગવાઈ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Ajit-Pawar-1024x683.jpeg)
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિભાજન પછી અજિત પવારના કદમાં મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશમાં વધારો કર્યો છે, તેમાંય વળી નાયબ મુખ્ય પ્રધાનનું પદ મળ્યા પછી પણ નાણા પ્રધાનનું પદ પણ મેળવીને ઝંપ્યા હતા,
ત્યારે નાણા પ્રધાન તરીકે આજે અજિત પવારે એનસીપીના બળવાખોર વિધાનસભ્ય મતવિસ્તારના વિકાસ કાર્યો માટે પચીસ કરોડ રુપિયાની ફાળવણી કરી છે. અજિત પવારે એકનાથ શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્યના મતવિસ્તાર માટે ફંડ ફાળવીને તેમને ખુશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.
ગયા અઠવાડિયા દરમિયાન એનસીપીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નાણા પ્રધાન તરીકેનો પોર્ટ ફોલિયો મળ્યો હતો. અગાઉ પવાર તરફી વિધાનસભ્યો પાસેથી વિકાસ કાર્યોની યાદી માંગવામાં આવી હતી. ગયા અઠવાડિયે નાણા વિભાગે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોમાં પૂરક માંગણીઓ રજૂ કરી હતી, જેમાં વિકાસ કાર્યો માટે રૂ. ૧,૫૦૦ કરોડની વિશેષ જાેગવાઈ કરવામાં આવી હતી.
રાજ્યના વિધાનસભાના બંને ગૃહોએ આ પૂરક માંગણીઓ પસાર કરી હતી. એનસીપીના વિધાનસભ્યોને જુનિયર પવારના સમર્થનના બદલામાં તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે પૂરતા ભંડોળનું વચન આપવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અન્ય આઠ વિધાનસભ્ય શિંદે સરકારમાં જાેડાયા હતા, શરદ પવાર દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટીને વર્ચ્યુઅલ રીતે વિભાજિત કરી હતી.
પવારે એનસીપી વિધાનસભ્યોને ૨૫-૫૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. નાશિક જિલ્લાના દેવલાલી મતવિસ્તારના એનસીપી વિધાનસભ્યો પૈકીના એક સરોજ આહિરેને તેમના મતવિસ્તારમાં અટકેલા વિકાસલક્ષી કાર્યો માટે ૪૦ કરોડ રૂપિયા મળ્યા ફાળવ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આહિરે પહેલા શરદ પવારને ટેકો આપતા હતા, પરંતુ અજિત પવારને ટેકો આપ્યા બાદ તેમને નાણા વિભાગ પાસેથી ભંડોળ મળ્યું હતું.
રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર દરમિયાન શાસક પક્ષના વિધાનસભ્યોને પૈસા આપીને ખુશ કરવાની પ્રથા શરૂ થઈ હતી. તત્કાલીન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખની સરકારે શાસક પક્ષોના વિધાનસભ્યોના મતવિસ્તાર માટે ૫-૧૦ કરોડ રૂપિયાની વચ્ચે ભંડોળ મંજૂર કર્યું હતું. વિરોધ પક્ષો ભાજપ અને શિવસેનાએ આ પ્રથા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો.