સુપ્રીમ કોર્ટેના ઈતિહાસમાં પહેલી વખત એકસાથે ત્રણ દલિત જજ
(એજન્સી)નવીદિલ્હી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સીજેઆઈ ડી વાય ચંદ્રચુડે ગુરુવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટ પરીસરમાં આયોજીત એક કાર્યક્રમમાં વરાલેને પદના શપથ અપાવવામાં આવ્યા હતા. ન્યાયમુર્તિ વરાલેને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુકત કરવાની મંજુરી કેન્દ્રએ બુધવારે આપી હતી.
તેમના શપથ લેવાની સાથે જ શીર્ષ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા પુર્ણ થઈ છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સ્વીકૃત સંખ્યા ૩૪ છે. જેમાં સીજેઆઈ પણ સામેલ છે. આ સાથે એક અન્ય ઈતિહાસમાં પણ બન્યો છે. સુપ્રીમ કોર્ટમાં વર્તમાન સમયે ત્રણ જજ દલીત સમુદાયમાંથી છે. દલીત સમુદાય સાથે સંબંધ રાખનારા અન્ય બે ન્યાયમુર્તિ બી આર ગવાઈ અને ન્યાયમુર્તિ સીટી રવીકુમાર છે.
મહીનાની શરૂઆતમાં જસ્ટીસ વરાલેના નામની ભલામણ કરતા સમયે સીજેઆઈ ચંદ્રચુડના નેતૃત્વની સુ્પ્રીમ કોર્ટે કોલેજીયમે કહયું હતું કે, વરાલે હાઈકોર્ટના સૌથી વરીષ્ઠ જજમાંથી એક છ તે ધ્યાનમાં રાખવામાં આવે. કોલેજીયન એમ પણ કહયું હતું કે હાઈકોર્ટના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ છે. જે અનુસુચીત જાતી વર્ગથી છે. ગયા મહીને ન્યાયમુર્તિ એસકે કોલની સેવાનિવૃત્તિ બાદ શીર્ષ અદાલતમાં એક જગ્યા ખાલી થઈ હતી.
ન્યાયમુર્તિ વરાલેનો જન્મ ર૩ જુન ૧૯૬રમાં થયો છે. અને તેઓને ર૦૦૮માં બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ નિયુકત કરવામાં આવ્યા હતા. બાદમાં ૧પ ઓકટોબર ર૦રરનાકર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રમોશન મળ્યું હતું.કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વરાલેને સીજેઆઈ ચંદ્રચુડે લેવડાવ્યા શપથ