આ કારણસર કેપ્ટન અજિંક્ય રહાણેએ યશસ્વી જાયસવાલને બહાર મોકલી દીધો
ચેન્નઈ, દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણે ટીમના સાથી ખેલાડી યશસ્વી જાયસવાલ પર ભડકી ઉઠ્યો અને તેને મેદાનમાંથી બહાર મોકલી દીધો હતો. આ ઘટના સાઉથ ઝોન વિરુદ્ધ ફાઇનલ મેચની છે જ્યારે ૨૦ વર્ષીય યશસ્વી રવિ તેજા સાથે ટક્કર કરતો જાેવા મળ્યો હતો. Ajinkya Rahane explains his call to teammate Yashasvi Jaiswal off the field after sledging controversy in Duleep Trophy final
Batter Ravi Teja was having some issues with Yashasvi Jaiswal, so after warning him first and seeing it still happen, Captain Ajinkya Rahane tells his own teammate to leave the field!pic.twitter.com/R1sPozKFjF
— 12th Khiladi (@12th_khiladi) September 25, 2022
યશસ્વી વારંવાર તેને સ્લેજ કરી રહ્યો હતો. ત્યારબાદ રવિએ તેની ફરિયાદ અમ્પાયરને કરી દીધી. ત્યારબાદ વેસ્ટ ઝોનના કેપ્ટન રહાણેએ યશસ્વીને સમજાવ્યો પરંતુ ત્યારબાદ પણ યશસ્વી માન્યો નહીં ત્યાર બાદ રહાણેએ જે કર્યું તે ચોંકાવનારૂ હતું.
રહાણેએ લાઇવ મેચમાં યશસ્વીને મેદાન બહાર મોકલી દીધો. કેપ્ટને તેના બદલે કોઈ અન્ય બીજા ફીલ્ડરને બોલાવ્યો નહીં અને ૧૦ ખેલાડી સાથે મેચ આ આગળ વધારી. પરંતુ સાત ઓવર બાદ યશસ્વીને ફરી મેદાન પર પરત બોલાવી લેવામાં આવ્યો હતો.
દુલીપ ટ્રોફીની આ ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનની ટીમે સાઉથ ઝોનને ૨૯૪ રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. વેસ્ટ ઝોને સાઉથની સામે ૫૨૯ રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો પરંતુ ટીમ માત્ર ૨૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. દુલીપ ટ્રોફીની ફાઇનલમાં વેસ્ટ ઝોનની જીતમાં યશસ્વી જાયસવાલની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી.
મેચમાં તેણે ૨૬૫ રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ૩૨૩ બોલનો સામનો કરતા ૩૦ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી સિવાય વેસ્ટ ઝોન માટે સરફરાઝ ખાને પણ અણનમ ૧૨૭ રન ફટકાર્યા હતા. આ બંને ખેલાડીઓની મદદથી વેસ્ટ ઝોને પોતાની બીજી ઈનિંગ ૪ વિકેટ પર ૫૮૫ રન બનાવી ડિકલેર કરી હતી.
દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં ૨૭૦ રન બનાવ્યા હતા.