આ કારણસર અમદાવાદ-વડોદરાની પાંચ મેમુ ટ્રેન એક માસ માટે રદ કરાઈ
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ૨ પર કામગીરી ચાલુ હોવાના કારણે આગામી ૩૦ દિવસ સુધી આ પ્લેટફોર્મ પર કોઈ ટ્રેન આવી શકે તેમ નથી. આ સ્થિતિમાં પાંચ ટ્રેનોને રદ કરવા ઉપરાંત અન્ય પાંચ ટ્રેનોને અશંતઃ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૨ પર હાલ સમારકામ ચાલી રહ્યું છે. આ કામગીરીના કારણે મુસાફરોને અગવડ ન પડે તે માટે કેટલીક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટ્રેન નં.૦૯૩૨૭ વડોદરા અમદાવાદ આગામી ૨૨મી જૂન સુધી ટ્રેન નં.૦૯૩૧૬
અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ તા.૨૫મીથી આગામી ૨૩મી જૂન સુધી, ટ્રેન નં.૦૯૩૧૧ સ્પેશ્યલ આગામી ૨૨મી જૂન સુધી, ટ્રેન નં.૦૯૪૦૦ અમદાવાદ-આણંદ મેમુ સ્પેશ્યલ આગામી ૨૨મી સુધી અને ટ્રેન નં.૦૯૨૭૪ અમદાવાદ-આણંદ મેમુ આગામી ૨૨મી સુધી રદ કરવામાં આવી છે.
આજ રીતે ટ્રેન નં.૦૯૨૭૩ વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ સાંજે ૫-૩૦ વાગે વટવા પહોંચશે અને વટવાથી અમદાવાદ વચ્ચે રદ રહેશે. આજ રીતે ટ્રેન નં.૦૯૩૧૨ અમદાવાદ-વડોદરા મેમુ અમદાવા-વટવા વચ્ચે રદ રહેશે. ટ્રેન નં.૨૨૯૫૭ અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ-સાબરમતી વચ્ચે રદ રહેશે. આજ રીતે ટ્રેન નં.૦૯૩૧૫ વડોદરા-અમદાવાદ મેમુ આણંદ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.