આ કારણસર આરોગ્ય કર્મીઓની રજા રદ કરાઈઃ તંત્ર દોડતું થયું
પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું
સુરત, સુરત શહેરમાં અને ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો, ઝાડા ઊલટીના દર્દીઓની વધતી સંખ્યાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.
સાથે જ પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટૂ ડોર સર્વેલન્સ, રેફરલ તથા પ્રચાર-પ્રસારની કામગીરી સઘન બનાવવામાં આવી છેપાલિકા આરોગ્ય અધિકારી ડોકટર રિતિકા પટેલે જણાવ્યું હતું કે આ વયજૂથના કિસ્સામાં જાે આખો દિવસ વધુ વખત ઝાડા ઉલ્ટી થાય તો બ્લડ પ્રેશર ૬૦ અતિ ઝડપથી નીચે જતું રહે છે
અને શરીરમાંથી વધુ પ્રમાણમાં પ્રવાહી નીકળી જતા હાયપોવોલેમિક શોકને પગલે ઈમરજન્સી સ્થિતિ આવી જાય છે ઘણીવાર નાનું બાળક કે વ્યક્તિ જીવ પણ ખોઈ બેસે છે. આ માટે અમે અપીલ કરીએ છીએ કે ૧૦ વર્ષથી નાના બાળકો કે ૬૦ વર્ષથી વધુ વયના વડીલોને જાે અડધા દિવસથી વધુ સમય વધુ પ્રમાણમાં ઝાડા ઉલ્ટી રહે તો તાકીદે તબીબી સલાહ- સારવાર લેવા હિતાવહ છે.
મનપા દ્વારા જ્યાંથી ફરિયાદો મળે છે ત્યાં ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અઠવા ઝોનના અવધ એરકોલ બાંધકામની લેબર કોલોનીમાં છેલ્લા ૩ દિવસમાં ઝાડા-ઉલ્ટીનાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગની ટીમના દ્વારા ૧૯,૨૦ જુલાઈનાં રોજ નાયબ આરોગ્ય અધિકારી સહિતના અધિકારીની સીધી દેખરેખ હેઠળ કુલ ૩૯૦ ઘરોમાં ૧૭૫૯ જેટલી વસ્તીમાં સર્વે કરવામાં આવ્યો છે.