ગ્વાલિયા, ડોમિનોઝ, બર્ગરકિંગ સહિત ૧૪ એકમોને AMCએ કયા કારણસર સીલ કર્યા

AI generated
જાહેરમાં ગંદકી-ન્યૂસન્સ બદલ ૧૧ રહેણાંક, ૧૧૪ કોમર્શીયલ એકમોને મ્યુનિ.ની નોટીસ મળી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નિયમોના ભંગ બદલ બર્ગર કિગ, ગ્વાલિયા, ડોમીનોઝ સહીત ૧૪ જેટલા એકમોને સીલ મારવામાં આવ્યા છે. સરખેજ અને જોધપુર વોર્ડમાં આવેલા આ એકમોની તપાસ દરમ્યાન નિયમોનો ભંગ થયો હોવાનું જણાતા કાર્યવાહી કરાઈ છે. For what reason did AMC seal 14 units including Gwalia, Domino’s, Burger King?
જયારે જાહેરમાં ગંદકી અને ન્યુસન્સને લઈને હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન ૧૧ રહેણાક અને ૧૧૪ કોમર્શીયલ મળી કુલ ૧રપ એકમોને નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી દંડ પેટે રૂ.૧.પ૦ લાખ પણ વસુલ કરવામાં આવ્યા છે.
જાહેર માર્ગો પર ગંદકી કે ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પેપર કપ પ્રતીબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ,વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી અસરકારક રીતે થાય તે હેતુથી દિવસ દરમ્યાન વોર્ડ સ્ટાફના રાઉન્ડ ઉપરાંત સવાર અને સાંજ સ્વચ્છતા સ્કવોડ કાર્યરત કરાઈ છે.
દરમ્યાન, શનીવારના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગા દ્વારા દક્ષીણ-પશ્ચિમ ઝોન દ્વારા કુલ ૧રપ એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૧ રહેણાંક અને ૧૧૪ કોમર્શીયલ મળી ૧રપ એકમોને ગંદકી-ન્યુસન્સ બદલ નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી. નોટીસ ઈશ્યુ કરવા ઉપરાંત તેમની પાસેથી ર કિ.ગ્રા. પ્લાસ્ટીકના જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગંદકી કરતા એકમો પાસેથી ૧.પ૦ લાખનો દંંડ પણ વસુલ કરાયો હતો. આમ કોર્પોરેશનની લઈને કાર્યવાહી હાથ ધરવા વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નિયયમોના ઉલ્લંઘન બદલ સરખેજ વોર્ડમાં રજવાડી ટીસ્ટોલ ગાત્રાડ, હોટેલ શ્રી બાલાજી હોટેલ,માંથી ગુડલક, ગાત્રાળ ટી એઅન્ડ પાન પાર્લર બર્ગર કિગ ગ્વાલીયા સ્વીટ, ડોમીનોઝ પીઝા, ઓ.એમ. જી.પાન પાર્લર ડી.કે. પાન પાર્લર ખોડીયાર પાન પાર્લર ધ પાન સ્ટુડીયો, જોધપુર વોર્ડમાં બર્ગર ફાર્મ, મીસ્ટર ડી.આઈ.વાય. મળી કુલ ૧૪ એકમોને સીલ કરવામાં આવ્યા છે.