Forbes 2025 : ભારત ટોપ ૧૦ શક્તિશાળી દેશોની યાદી માંથી બહાર
ફોર્બ્સે ૨૦૨૫ના વિશ્વમાં સૌથી શક્તિશાળી ૧૦ દેશ દેશોનું રેન્કિંગ જાહેર કર્યું
ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે અને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, છતાં ભારતને આ યાદીમાંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉભા થયા છે
નવી દિલ્હી,ફોર્બ્સે ૨૦૨૫ના વિશ્વમાં સૌથી શક્તિશાળી ૧૦ દેશ દેશોનું રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ભારત ટોપ ૧૦ની યાદીમાંથી બહાર થઇ ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા તથા ચીન બીજા સ્થાને છે, ઇઝાયેલને દશામાં સ્થાને છે.ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે અને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, છતાં ભારતને આ યાદીમાંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉભા થયા છે. જોકે આ આ યાદી ઘણા મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.ફોર્બ્સના જણાવ્યા મુજબ આ યાદી યુએસ ન્યૂઝની મદદથી તૈયાર કરવામાં આવી છે.
દેશોનું રેન્કિંગ તૈયાર કરવામાં પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી જે તે દેશના લીડર, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ પાવર સબ-રેન્કિંગ પાંચ પરિબળોના ઇક્વલી વેટેજ એવરેજ ઓફ સ્કોર પર આધારિત હોય છે.અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ મજબૂત સ્થિતિમાં છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને ઇઝરાયેલને પણ સ્થાન મળ્યું છે, જ્યારે ભારતને સ્થાન મળ્યું નથી, પાકિસ્તાન પણ આ યાદીમાં નથી.ફોર્બ્સની યાદી BAV ગ્રૂપ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે એક વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની WPPનું યુનિટ છે. આ રેન્કિંગ તૈયાર કરનાર સંશોધન ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું અને આમ આ યાદી અનેક પરિમાણોની તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.SS1