Western Times News

Gujarati News

૩ દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી

અમદાવાદ, રાજ્યમાં ૧૧મી તારીખથી સ્થિર થયેલું ચોમાસું ૧૩માં દિવસ બાદ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ નૈઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનુકુળ પરિસ્થિતિ સર્જાઇ છે. ઉપરાંત એક સાયક્લોનિક સરક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની વકી છે. જ્યારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઇ શકે છે.

બીજી તરફ આજે અમદાવાદનું તાપમાન ઘટી ૩૮.૬ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. આમ છતા ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા દિવસભર લોકો અસહ્ય બફારથી અકળાઇ ઉઠ્યા હતા.

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એ.કે દાસે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદની શક્યતા છે. જેમાં આગામી બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે.

ઉત્તર ગુજરાત રિજનના દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ તથા મહીસાગર અને પંચમહાલ તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જ્યોતિષોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જૂન મહિનાના અંતમાં વધુ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ ભાગોમાં ૧થી ૫ ઈંચ સુધીનો વરસાદ થવાની સંભાવનનાઓ વ્યક્ત કરી હતી. ૨૪ જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જુનાગઢ, ભાવનગર, ખંભાત, જમ્બુસર, પાદરા, વડોદરાનો સમાવેશ થાય છે.

આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થઈ શકે છે. ઉપરાંત અમદાવાદ સહિત આણંદ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર અને કચ્છમાં ૨૪ જૂને વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

મહેસાણાના ભાગોમાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે, પૂર્વ પંચમહાલના ભાગોમાં પણ ૧ ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન દરિયાકિનારાના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ૪થી ૫ ઈંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે .SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.