હજારો કિલોમીટરની ઉડાન ભરી ભરૂચના મહેમાન બન્યા વિદેશી પક્ષીઓ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરનો એવો વિસ્તાર કે ક્યાં ગેલાણી તળાવ સહિત આસપાસ ઘટાદાર વૃક્ષો આવેલા છે.જેના પગલે અહીં વિદેશથી હજારો કિલોમીટરની સફર કરી વિદેશી પક્ષીઓ આવી પ્રજનન કરી પુનઃ જતા હોય છે.તો બીજી તરફ આ વિસ્તારમાં તેઓના કલરવથી અહીંના લોકોમાં વસ્તી જેવો માહોલ લાગી રહ્યો છે. વાત છે અહી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાણી તળાવ અને તેની આસપાસ આવેલ અંસખ્ય ઘટાદાર વૃક્ષો.આ વૃક્ષોના કારણે આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળવાના કારણે સીઝન મુજબ વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરની સફર કરી અહીં આવી પહોંચતા હોય છે.
શિયાળાની ઠંડીમાં પણ વિદેશી પક્ષીઓને અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે અને વિદેશમાં દરિયામાં વસતા અને ગીધ જેટલુ ઉડાન કરી રહેલા અને ગુજરાતીમાં પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષીઓ આ દરમ્યાન તેઓ અહીંના વૃક્ષો ઉપર માળા બનાવી પ્રજનન કરી વિદેશી પક્ષીઓ પરત નીકળી જતા હોય છે.આ પક્ષીઓ માત્ર કોઈ એક દેશમાંથી નહીં પરંતુ તમામ એશિયન દેશોમાંથી આવતા હોવાનું પણ માનવામાં આવે છે તેમ અહીંના સ્થાનિક હેમેન્દ્ર કોઠી વાલા એ જણાવ્યુ હતું.
તો બીજી તરફ અહીં વસતા લોકોને પણ આ વિદેશી પક્ષીઓ આવતા હોવાના કારણે અહીં જ્યાં સુધી વિદેશી પક્ષીઓ રહે છે.ત્યાં સુધી દિવસ રાત તેઓના કલરવથી સમગ્ર વાતાવરણ ગુંજતું રહે છે અને એટલા માટે જ આ વિસ્તાર પણ વસ્તી જેવો માહોલ જામે છે.પરંતુ વિદેશી પક્ષીઓ શિયાળામાં આવતા હોય છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.
વિદેશી પક્ષી બાબતે માહિતી આપતા વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માએ જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થાથી જાેડાયેલી માં નર્મદા નદીના કિનારે વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં આવતા હોય છે.
જેમાં બ્લેક આઈબિસ,પેંતથર સ્ટોક જેને કાંકણખાર પણ કહેવામાં આવે છે.આ વિદેશી પક્ષીઓ આંડબારનિકોરા અને શ્રીલંકા સહિતના દેશો માંથી શિયાળાની ઠંડીની સીઝનમાં પ્રજનન માટે આવતા હોય છે.જેઓને અહીં સહેલાઈ થી ખોરાક મળી રહે છે અને અહીંની જે આબોહવા છે તે અનુકૂળ રહેતી હોય છે.તો આવનાર ઉત્તરાયણ પર્વને લઈને દોરીથી આ પક્ષીઓને ઈજાઓ થાય તો નજીકના વન વિભાગ અથવા તો એનજીઓ ને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
ભરૂચના ગેલાણી તળાવ વિસ્તાર અનેક દેશના પક્ષીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે.તેઓના કલરવથી વાતાવરણ ગુંજતું રહેતું હોવાના કારણે અહીંના લોકોમાં પણ ખુશી જાેવા મળી રહી છે.તો બીજી તરફ આવનાર ઉત્તરાયણ પર્વમાં પણ લોકો સાવચેતી રાખી પતંગની મજા માણે તો વિદેશી પક્ષીઓ સહિત અન્ય પક્ષીઓ માટે જીવલેણ સાબિત ન થાય.