કાળીગામઃ ફોરેક્સનાં કર્મીઓને માર મારી ૧૧ લાખની લૂંટ
બુકાનીધારી લુંટારુઓએ પહેલાં વાહનની ટક્કરે ઝઘડો કર્યાે : બાદમાં પોલીસની ઓળખ આપી લુંટ કરી |
અમદાવાદ: એક તરફ પોલીસ શહેર સુરક્ષિત હોવાનાં ળગાં ફુંકી રહી છે. જ્યારે શહેરમાં લુંટ, ખૂન અને ચોરી જેવાં ગંભીર ગુનાઓ બની રહ્યાં છે. જે અમદાવાદમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની ચાડી ખાયછે. વારંવાર લૂંટ અને ચોરીની ઘટનાઓ બનતાં વેપારીઓમાં પણ ફફડાટની સાથેજ રોષ પણ ફેલાયો છે. આ સ્થિતિમાં ફોરેક્સનાં બે કર્મચારીને યુરો આપવાનાં બહાને બોલાવીને માર મારીને રૂપિયા અગિયાર લાખની લૂંટ ચલાવવામાં આવતાં ચકચાર મચી છે.
માર માર્યા બાદ બંને લુંટારું તેમને પોલીસ તરીકેની ઓળખ આપીને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકીઓ આપી હતી. જા કે લુંટનો ભોગ બનનાર કર્મચારીઓની બાઈકની ચાવી પણ બંને લુંટારુ લઈ ગયા હતાં. બાદમાં ઘાયલ કર્મચારીઓ રાહદારીઓની મદદ મેળવીને સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. જ્યાં પોલીસ ફરિયાદ લઈને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નવરંગપુરા સી.જી.રોડ. લાલ બંગલા નજીક મોનાર્ડ ફોરેક્સ લીમીટેડના (Monarch Forex Limited Lal bunglow, C. G. Road, Navrangpura, Ahmedabad, Gujarat) નામે વિદેશી નાણું બદલતી તથા મની ટ્રાન્સફરનું (Money transfer) કામ કરતી કંપની આવેલી છે. આ કંપનીનાં માલિક નેહાબેન શાહની (Nehaben Shah) દિકરીનાં લગ્ન હોવાથી કેટલાંક દિવસથી તે ઓફિસે આવતાં નહોતા અને તેમનાં વતી બધા ફોન સેલ્સ એક્ઝીક્યુટીવ ધ્રુવ ભરતભાઈ શાહ મેળવતાં હતાં. બુધવારે સાંજે સાડા સાત વાગ્યે એક ઈસમે ૧૦૦૦ અમેરીકન ડોલરની (Demand for 1000 us dollar) માંગણી કરી હતી.
જ્યારે થોડીવાર બાદ જ રાણીપ કાળીગામ (Ranip Kaligam) ખાતેથી બોલતાં વ્યક્તિએ પોતાની પાસે લંડનનાં ૧૩ હજાર યુરો (13000 Euro required) હોવાની વાત કરી હતી . જેથી ધ્રુવભાઈ શાહ તથા અન્ય સેલ્સ એક્ઝીક્યુટીવ આશીષભાઈ દરજી (Dhruv Shah & sales Executive Ashish Darji) બંને એક હજાર અમેરીકન ડોલર તથા દસ લાખથી વધુ ભારતીય નાણું એક બેગમાં ભરીને સેટેલાઈટ શ્યામલ ચાર રસ્તા નજીક શ્રુતી ફ્લેટ્સમાં ગયા હતા.
જ્યાં ૧૦૦૦ અમેરીકન ડોલર આપીને ભારતીય નાણાં લીધા હતા. ત્યાંથી ધ્રુવભાઈ તથા આશીષભાઈ બંને ૧૩૨ ફુટનાં રીંગરોડ પરથી જીએસટી બ્રિજ થઈ ન્યુ રાણીપ ગયા હતા. જ્યાર દ્રવીલભાઈએ યુરો આપનાર ઈસમને ફોન કરતાં તેણે ખોડીયાર માતાનાં મંદીર (Nr. Khodiyar temple) પાસે બાદમાં થોડાં વધુ આગળ અંધારામાં બોલાવ્યા હતાં. જ્યાં રાહ જાયા બાદ બે અજાણ્યા ઈસમો માં પર રૂમાલ તથા વાંદરાટોપી પહેરીને આવ્યા હતા.
આ બંનેએ મોટર સાયકલ અથડાવીને ધ્રુવભાઈ તથા આશીષભાઈ સાથે ઝઘડો શરૂ કર્યાે હતો. અને લાકડીઓ વડે માર માર્યાે હતો. બાદમાં બંનેની પૂછપરછ કરી હતી. જેથી શંકાસ્પદ લાગતાં આશીષભાઈ રૂપિયા ભરેલી બેગ લઈ ભાગવા જતાં એક શખ્સ તેમનો પીછો કરી રોકી લીધો હતો અને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી.
બંને લુંટારાની વાતોમાં આવી ગયેલાં કર્મચારીઓને લુંટારૂઓએ પોતાની બાઈક પાછવ બેસાડ્યા હતા અને પોલીસ સ્ટેશને લઈ જવાનાં બહાને કાળીગામ ગરનાળા પાસે લઈ ગયા હતા. જ્યાં બંને કર્મચારીઓને ફરીથી લાકડીઓ વડે માર મારીને રૂપિયા ભરેલો થેલો લુંટી લીધો હતો.
ઊપરાંત અમારી પાછળ પાછળ પોલીસ સ્ટેશને આવો તેમ કહીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ બંને ઘાયલ કર્મીઓ બુમાબુમ કરતાં રસ્તા પર આવ્યા હતા. અને રાહદારીઓને ઊભાં રાખીને સાબરમતી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.
સાબરમતી પોલીસ લુંટની ઘટના જાણતાં જ ચોંકી ઊઠી હતી. અને લઈ તુરંત ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તથા બંને કર્મચારીઓની પૂછપરછ કર્યા બાદ મોબાઈલ નંબરની તપાસ ચલાવી છે. ઊપરાંત આ લુંટમાં કોઈ જાણભેદુ સંડોવાયેલો છે કે કેમ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હાલમાં બનેલી કેટલીક ઘટનાઓ બાદ લુંટની વધુ એક ઘટના સામે આવતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.