દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૨.૮૨ અબજ ડૉલરનો વધારો થયો
નવી દિલ્હી, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૨.૮૨ અબજ ડૉલરનો વધારો થયો છે. ૮ ડિસેમ્બરે સમાપ્ત થતાં અઠવાડિયામાં તે વધીને ૬૦૬.૮૬ અબજ ડૉલરે પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તરફથી જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી સામે આવી હતી.
અગાઉના અઠવાડિયે દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર ૬.૧૦૭ અબજ ડૉલરના ઉછાળા સાથે ૬૦૦ અબજ ડૉલરના આંકડાને વટાવી ગયો હતો. ઓક્ટોબર ૨૦૨૧માં તે ૬૪૫ અબજ ડૉલર હતો જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે.
જાેકે ડૉલરની તુલનાએ રૂપિયાને બચાવવા માટે આરબીઆઈ દ્વારા મુદ્રા ભંડારનો ઉપયોગ કરાતાં તેમાં ઘટાડો થયો હતો. જાેકે વિદેશી મુદ્રા ભંડારનો એક મુખ્ય ઘટક વિદેશી મુદ્રા સંપત્તિ ૩.૦૮૯ અબજ ડૉલર વધીને ૫૩૬.૬૯૯ અબજ ડૉલરે પહોંચી ગઈ છે.
આરબીઆઈએ જણાવ્યું કે ગત અઠવાડિયા દરમિયાન દેશનો ગોલ્ડ રિઝર્વ ૧૯.૪ કરોડ ડૉલરના ઘટાડાને લીધે ૪૭.૧૩ અબજ ડૉલર પર આવી ગયો છે.
ટોચની બેન્કના આંકડા દર્શાવે છે કે સમીક્ષા હેઠળના અઠવાડિયામાં આઈએમએફ પાસે મૂકી રાખેલા ભારતનો મુદ્રા ભંડાર ૧૧ લાખ ડૉલર ઘટીને ૪.૮૪૨ બિલિયન અમેરિકી ડૉલર થઈ ગયો છે. SS2SS