ખંગેલા ચેકપોસ્ટ પરથી 86.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રૂા. ૨૦ લાખની કિંમતની બાર વ્હીલની ગાડી તથા મોબાઇલ ફોન વગેરે મળી રૂા.૧,૦૬,૪૮,૦૦૦/-ના મુદ્દા માલ સાથે ચાલકની અટક
(એજન્સી) દાહોદ, મધ્યપ્રદેશની બોર્ડર સ્થિત ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવેલ વોચ દરમિયાન કતવારા પોલીસે જિલ્લામાં સૌપ્રથમવાર અધધ… થાય એટલી વિપુલ માત્રામાં એટલે કે રૂપિયા ૮૬.૪૦ લાખ ની કિંમતના વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૨૦૦ સાથે ટાટા મોટર્સ લિમિટેડ કંપનીની બાર વ્હીલની ગાડી પકડી પાડી એક મોબાઇલ,
એક જીપીએસ તથા રૂપિયા ૨૦ લાખની કિંમતની બાર વ્હીલની ગાડી મળી કુલ રૂપિયા ૧,૦૬,૪૮,૦૦૦/-ના મુદ્દા માલ સાથે ગાડીના ચાલકની અટક કરતા જિલ્લા પોલીસ વડાએ કતવારા પોલીસને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લો ગુજરાતના સીમાડે આવેલ જિલ્લો છે. અને દાહોદ જિલ્લો પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો હોય આ બંને પડોશી રાજ્યોમાં વિદેશી દારૂના વેચાણ કે પીવા પર કોઈપણ જાતનો પ્રતિબંધ ન હોવાથી આ બંને રાજ્યોમાંથી જિલ્લાના દાહોદ અને ઝાલોદના રસ્તે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડાય છે
પરંતુ આ બંને પાડોશી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય આચાર સંહિતા અમલમાં હોવાથી બંને રાજ્યોની દાહોદ જિલ્લાને જાેડતી સરહદો સીલ કરી દેવામાં આવી છે અને દાહોદ જિલ્લાની પોલીસ પણ પોતાની સરહદે સાબદી બની છે. તેવા સમયે કતવારા પી.એસ.આઇ, એ.પી પરમારને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી ટાટા મોટર્સ લિમિટેડ કંપનીની બાર છક્કા ગાડી દેશી દારૂનો જંગી જથ્થો લઈ કતવારા પર થઈ અમદાવાદ તરફ જનાર છે.
બાતમીને આધારે ગતરોજ બપોરના સમય કતવારા પીએસઆઇ એપી પરમાર પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ ગુજરાતની સરહદે આવેલ ગંગેલા ચીફ પોસ્ટ પર યુહાત્મક વોચ ગોઠવી આત્મીમાં દર્શાવેલ બાર છક્કા ગાડી પકડી પાડી તેની તલાસી લઈ ગાડી માંથી લાકડાના મોટા બોક્સોમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને મુકેલ રૂપિયા ૮૬.૪૦ લાખની કુલ કિંમતની ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ રોયલ બ્લ્યુ માલ્ટ વિસ્કીની કુલ પેટીઓ નંગ-૧૨૦૦ માં ભરેલ
કુલ બોટલ નંગ-૫૭,૬૦૦ પાડી ગાડી ના ચાલક હરિયાણાના કલાપત ગામના સુરેન્દ્રસિંહ કર્મવીરસિંહ ચમર ની અટક કરી તેની પાસેથી રૂપિયા ૫,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન તથા રૂપિયા ૩,૦૦૦/-ની કિંમતનું જીપીએસ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની બાર છક્કા ગાડી મળી કુલ રૂપિયા ૧,૦૬,૪૮,૦૦૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીના ચાલક, ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદના બુટલેગર હિત કુલ પાંચ જણા વિરુદ્ધ કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.