કેનેડામાં કાયમી રહેતા ભારતીયો હવે પોતાના માટે ઘર નહીં ખરીદી શકે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના ચૂંટણી પ્રચારમાં પણ જણાવાયું હતું કે લોકો નફાખોરી કરવા માટે કેનેડામાં મકાનો ખરીદી રહ્યા છે. તેમાં ધનાઢ્ય ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો પણ સામેલ છે.
નવી દિલ્હી, કેનેડામાં વિદેશીઓની સંખ્યા સતત વધતી જાય છે અને કેનેડાને વિદેશી કામદારોની જરૂર પણ છે. આમ છતાં કેનેડાએ તાજેતરમાં વિદેશીઓ વિરોધી એક ર્નિણય લીધો છે જેની અસર ભારતીયો પર પણ પડશે. કેનેડામાં રિયલ એસ્ટેટના ભાવ સતત વધતા જતા હોવાથી સરકારે વિદેશીઓને પ્રોપર્ટી ખરીદવાની મનાઈ ફરમાવી છે.
પરિણામે કેનેડામાં વસતા વિદેશીઓ હવેથી ત્યાં પ્રોપર્ટી નહીં ખરીદી શકે. પ્રોપર્ટીના ભાવમાં આવેલી પ્રચંડ તેજીના કારણે આ ર્નિણય લેવાયો છે. સરકારનો ઈરાદો પ્રોપર્ટીના ભાવને અંકુશમાં રાખવાનો છે. જાેકે, આ પગલું ફ્રી માર્કેટના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
કેનેડામાં કોવિડના કેસ વધ્યા ત્યારથી મકાનોના ભાવ સતત વધતા જાય છે. કેટલાક રાજકારણીઓ માને છે કે અમુક બાયર્સ ઈન્વેસ્ટમેન્ટ માટે મકાનો ખરીદતા રહે છે જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધી ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના ચૂંટણી પ્રચારમાં પણ જણાવાયું હતું કે લોકો નફાખોરી કરવા માટે કેનેડામાં મકાનો ખરીદી રહ્યા છે. તેમાં ધનાઢ્ય ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો પણ સામેલ છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ શહેરોમાં આવેલા મકાનો માટે જ લાગુ પડશે. મનોરંજન માટેની પ્રોપર્ટી ખરીદવા પર કોઈ નિયંત્રણ નથી. એટલે કે ભારતીયો તથા બીજા વિદેશીઓ સમર કોટેજ જેવી પ્રોપર્ટી ખરીદી શકશે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ૨૦૨૧માં ચૂંટણી પ્રચાર વખતે જ કહ્યું હતું કે તેઓ ચૂંટાશે તો બે વર્ષ માટે આવો પ્રતિબંધ મુકવામાં આવશે જેમાં વિદેશીઓ કેનેડામાં પ્રોપર્ટી નહીં ખરીદી શકે.
રોકાણ માટે પ્રોપર્ટીની ડિમાન્ડ વધી હોવાથી ઘણા મકાનો એવા છે જેમાં કોઈ વસવાટ કરતું નથી. આ ઉપરાંત સટ્ટાખોરીને પણ પ્રોત્સાહન મળ્યું છે. તેમણે કહ્યું કે મકાનો એ લોકોના વસવાટ માટે હોય છે, રોકાણ કરવા માટે નથી હોતા. ૨૦૨૧ની ચૂંટણીમાં વિજય મળ્યા પછી લિબરલ પાર્ટીએ કેનેડિયન સિવાયના લોકો રેસિડેન્શિયલ પ્રોપર્ટી ન ખરીદી શકે તેવો એક કાયદો પણ પસાર કર્યો હતો.
વેનકુંવર અને ટોરંટો જેવા શહેરોમાં જે મકાનો ખાલી પડ્યા છે તેના પર ટેક્સનો દર વધારવામાં આવ્યો છે. જાેકે, કેનેડાના નાગરિક ન હોય તેવા ઈમિગ્રન્ટ્સ અને પીઆર ધરાવતા લોકોને આ કાયદામાં છૂટછાટ અપાઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં કેનેડામાં સરેરાશ મકાનનો ભાવ વધીને આઠ લાખ ડોલર થઈ ગયો હતો.SS1MS