વિદેશીઓ છાણથી ૨૭૦ હોર્સ પાવરનું ટ્રેક્ટર ચલાવશે
નવી દિલ્હી, ભારતમાં ગાયના છાણના ઉપયોગને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે ગાયના છાણના ઉપયોગ અંગે કરવામાં આવતા પ્રયોગોની મજાક થતી હોય છે. તેમ છત્તા ગાયના છાણના ઉપયોગને લઈને વિશ્વભરમાં પ્રયોગો થઈ રહ્યા છે.
બ્રિટિશ કંપનીએ હવે ગાયના છાણમાંથી બનાવેલ મિથેન ગેસથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. આ ૨૭૦ હોર્સ પાવર મિથેન સંચાલિત ટ્રેક્ટર ડીઝલ સંચાલિત ટ્રેક્ટર કરતાં બિલકુલ નબળું નથી. તેમજ મિથેન સંચાલિત ટ્રેક્ટર ખૂબ જ ઓછું પર્યાવરણીય પ્રદૂષણફેલાવે છે અને ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં તેને ચલાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે.
બ્રિટિશ કંપની બેનામનએ આ ટ્રેક્ટર બનાવ્યું છે. કંપની એક દાયકા કરતાં વધુ સમયથી બાયોમિથેન ઉત્પાદન પર સંશોધન કરી રહી છે. સમગ્ર લોકોને આ ટ્રેક્ટોરથી ઘણી આશાઓ પણ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બાયોમિથેનથી ચાલતું ટ્રેક્ટર ક્લાઈમેટ ચેન્જના સંકટનો સામનો કરવામાં ખૂબ મદદરૂપ થશે. ૧૦૦ ગાયોના ફાર્મમાં બાયોમિથેન બનાવવા માટે એક યુનિટ બનાવવામાં આવ્યું છે.
આ યુનિટમાં ગાયનું છાણ અને મૂત્ર એકત્ર કરવામાં આવ્યું હતું. તેના વડે બાયોમિથેનનું સર્જન કરવામાં આવ્યું. ત્યારબાદ આ બાયોમિથેનને ક્રાયોજેનિક ટાંકીમાં ભરવામાં આવ્યું હતું. આ ટાંકી ટ્રેક્ટરમાં ફીટ કરવામાં આવી હતી. જે ક્રાયોજેનિક ટાંકીમાં -૧૬૦ ડિગ્રી તાપમાન પર લિક્વિફાઇડ મિથેનરાખવામાં આવ્યું. આનાથી ટ્રેક્ટરને ચલાવવા માટે એટલી જ શક્તિ મળે છે, જેટલી ડીઝલ દ્વારા મળે છે.
બેનામનના સહ-સ્થાપક ક્રિસ માન કહે છે કે T7 એ પ્રવાહી મિથેન ઇંધણ દ્વારા ચાલતું વિશ્વનું પ્રથમ ટ્રેક્ટર છે. કૃષિ ઉદ્યોગને ડીકાર્બોનાઇઝ કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. કંપની ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની શક્યતાઓ શોધી રહી છે.
તેમને આશા છે કે એક દિવસ ગ્રામીણ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાશે. બેનામન કહે છે કે મિથેન બનાવ્યા બાદ ટાંકીમાંથી ગાયના છાણની સલરી બહાર કાઢી લેવામાં આવે છે. તે ખૂબ જ ઉપજાવ છે. ખેતરોમાં તેનો ઉપયોગ કરીને પાકની ઉપજ વધારી શકાય છે. તેની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ઘટાડી શકાય છે.SS1MS