અલ્મોડામાં જંગલમાં લાગેલી આગ ઓલવાઈ
ઉત્તરાખંડ , ઉત્તરાખંડના અલ્મોડામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ પહેલા હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે કહ્યું હતું કે રાજ્યમાં ૭-૮ મે સુધી વરસાદની સંભાવના છે, જે ૧૧ મેથી વધશે.
આ વરસાદથી ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગથી થોડી રાહત મળવાની આશા છે.અલ્મોડામાં બુધવારે સવારથી જ વરસાદ ચાલુ છે. સોમેશ્વરમાં પણ વાદળ ફાટ્યાની માહિતી છે.
જો કે હાલમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. વાદળ ફાટવાથી આવેલા પાણીથી કેટલીક દુકાનો અને વાહનોને નુકસાન થયું છે. તસ્વીરોમાં કાટમાળમાં ફસાયેલા વાહનો જોઇ શકાય છે.એક તરફ અલમોડા જિલ્લાના સોમેશ્વરમાં વાદળ ફાટ્યું છે, તો બીજી તરફ લાંબા સમયથી જંગલમાં લાગેલી આગથી પરેશાન લોકોને પણ આ વરસાદે રાહત આપી છે.
વાસ્તવમાં, બાગેશ્વરના જંગલો ઘણા દિવસોથી ભીષણ આગની લપેટમાં હતા. બધા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર વરસાદ શરૂ થયો.
બીજી તરફ કપકોટ અને ગરુડમાં વરસાદે વિનાશ વેર્યો છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. કપકોટમાં વરસાદની સાથે ભારે કરા પડવાને કારણે પાક પણ નાશ પામ્યો છે. બકરા ચરાવીને જંગલમાંથી ઘરે પરત ફરતી વખતે ગોગીનામાં વીજળી પડતા ૧૦૦થી વધુ બકરાઓના મોત થયા હતા. વરસાદ હજુ પણ અવિરત ચાલુ છે.SS1MS