અમદાવાદના પૂર્વ કમિશ્નર આઇ. પી ગૌતમની રિવરફ્રન્ટ ચેરમેનપદે નિમણુક

File Photo
પ્રતિનિધિ અમદાવાદ, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટના ચેરમેનપદે પૂર્વ કમિશનર આઇ.પી. ગૌતમ નિમણૂક કરવામાં આવી છે આ પદ પર પૂર્વ કમિશનર અને વર્લ્ડ બેન્ક ચેરમેન કેશવ વર્મા ફરજ બજાવી રહ્યા હતા. Former Ahmedabad Commissioner I. P. Gautam appointed as Riverfront Chairman
સાબરમતી રિવરફ્રન્ટ ના સૂત્રોએ જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ લિમિટેડના ચેરમેન તરીકે પૂર્વક કમિશનર અને દેશના પ્રથમ લોકપાલ આઈપી ગૌતમ ની નિમણૂક કરવામાં આવી છે અત્રે નોંધણી એ છે કે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ નું મોટાભાગનું કામ આઈ.પી ગૌતમ ના કાર્યકાળ દરમિયાન જ થયું હતું
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમણે 2006 થી 2012 દરમિયાન ફરજ બજાવી હતી જેના કારણે તેઓ રિવરફ્રન્ટ ની તમામ ગતિવિધિ વાકેફ છે તેમની નિમણૂક થયા બાદ રિવરફ્રન્ટમાં વધુ ડેવલપમેન્ટ થશે તેમ માની શકાય છે