બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ લૂંગી પહેરી રાતોરાત થાઈલેન્ડ ભાગ્યાં

ઢાંકા, બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારને ઉથલાવી દીધાના નવ મહિના પછી બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ રાતોરાત લુંગી પહેરીને દેશ છોડીને થાઇલેન્ડ ભાગી ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વચગાળાની સરકારે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ અને બદલીઓ કરી છે.
ઉપરાંત, આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ૮૧ વર્ષીય અબ્દુલ હમીદ ૨૦૧૩થી ૨૦૨૩ સુધી દસ વર્ષ સુધી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા છે અને અનેક કેસોનો સામનો કરી રહ્યા છે.
તાજેતરમાં અવામી લીગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સૂત્રો મુજબ બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ રાતોરાત લુંગી પહેરીને દેશ છોડીને ભાગી ગયા છે. જોકે, તેમના પરિવારનો દાવો છે કે તેઓ તેમના ભાઈ અને સાળા સાથે સારવાર માટે ગયા છે.
પરંતુ તેમના રાજકીય વિરોધીઓ કહે છે કે તેઓ કાર્યવાહીથી બચવા માટે બાંગ્લાદેશથી ભાગી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સવારે ૩ વાગ્યે થાઈ એરવેઝની ફ્લાઇટમાં બેસીને ઢાકા એરપોર્ટથી નીકળ્યા હતા. યુનુસ સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના થાઈલેન્ડ ભાગી જવાના કેસની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.SS1MS