ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની તબીયત નાદુરસ્ત
અમદાવાદ, ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની તબીયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી સ્ટર્લિગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવા સાથે સત્તા સ્થાને લાવવામાં મહત્વનો ભાગ ભજવનાર કેશુભાઈ પટેલને આજે સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં તાત્કાલીક તેમને તબીબોના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમના પરિવારજનો પહોંચી ગયા છે અને તબીબોએ તાત્કાલીક સારવાર શરૂ કરી દીધી છે.
કેશુબાપાની તબીયત નાદુરસ્ત હોવાની માહિતી મળતાં અનેક રાજકીય નેતાઓ તેમના પરિવારજનોને ફોન કરીને ખબર અંતર પૂછ્યા છે. હાલમાં કેશુબાપા સારવાર હેઠળ છે. હાલમાં તબીબો વિવિધ ટેસ્ટ કરી રહ્યા છે.