ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલ ૨૮ વર્ષ નાની પત્ની સાથે હનીમૂન પર જશે
નવી દિલ્હી, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલે બંગાળ ક્રિકેટ ટીમના કોચ તરીકે રાજીનામું આપી દીધું છે. તેઓ હાલ અસ્થાયી રીતે ક્રિકેટમાંથી બ્રેક લઈ રહ્યો છે અને હવે તે પોતાના પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માંગે છે. હાલમાં જ ૬૬ વર્ષીય અરુણ લાલે ૩૮ વર્ષીય બુલબુલ સાહા સાથે લગ્ન કર્યા હતા, જે તેમનાથી ૨૮ વર્ષ નાના છે. હવે આ કપલ હનીમૂન માટે જવાની તૈયારી કરી રહ્યું છે.
અરુણ લાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મારો ર્નિણય સંપૂર્ણ રીતે વ્યક્તિગત છે. આ અંગે કોઈ વિવાદ નથી. મેં CaBને માત્ર એટલું જ કહ્યું હતું કે હું બંગાળના કોચ તરીકે ચાલુ રહેવા માંગતો નથી. આ ૨૪ કલાક અને સાત દિવસનું કામ છે, આખો દિવસ મુસાફરી કરવી પડશે.
ક્રિકેટ ટીમને કોચિંગ આપવું મુશ્કેલ કામ છે. મને લાગે છે કે હું વૃદ્ધ છું. તેથી જ હું હાર માની રહ્યો છું. અરુણ લાલ-અરુણ લાલે સોમવારે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના સચિવ સ્નેહાશિષ ગાંગુલીને રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંગાળના કોચ પદ છોડવાનો ટીમના પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા નથી. ટીમ આવતા વર્ષે રણજી ટ્રોફી જીતી શકે છે. બંગાળની ટીમે વર્ષોથી સારો દેખાવ કર્યો છે.
મને ખાતરી છે કે, આગામી ૨-૩ વર્ષમાં બંગાળની ટીમ રણજી ટ્રોફી પણ જીતશે. આ વખતે જે બે ટીમો ફાઈનલ્સમાં રમી હતી, તે મુંબઈ અને મધ્યપ્રદેશ ગત વર્ષે સેમિ ફાઈનલમાં પ્રવેશી શકી નહતી. ગત વર્ષે ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમ આ વખતે સેમિ ફાઈનલમાં પ્રવેશી શકી નહતી.
બંગાળની ક્રિકેટ ટીમ અન્ય ટીમો કરતાં ઘણી મજબૂત છે. બંગાળની ક્રિકેટ ટીમ આ વર્ષે રણજી ટ્રોફીના ટોપ-૪માં સ્થાન પામી હતી. ૨૦૧૯-૨૦ની સિઝનમાં પણ બંગાળ ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ જીતી શક્યું નહોતું. આ સાથે અરુણ લાલે બંગાળ ક્રિકેટ ટીમના શુભેચ્છકો રહેલા તમામ લોકોનો આભાર માન્યો હતો.
૬૬ વર્ષના અરુણ લાલે મે મહિનામાં વ્યવસાયે શિક્ષક બુલબુલ સાહા સાથે લગ્ન કર્યા હતા. અરુણ લાલના આ બીજા લગ્ન હતા. તેમની નવી પત્ની બુલબુલ સાહા ૩૮ વર્ષની છે. હવે ક્રિકેટમાંથી સંપૂર્ણ બ્રેક લીધા બાદ અરુણ લાલ પોતાના પરિવાર સાથે તુર્કી જવા માંગે છે.
આ સાથે જ તેમણે દાર્જિલિંગ અને કાલિમપોંગ જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. અરુણ લાલે ભારતીય ક્રિકેટ ટીમ માટે ૧૬ ટેસ્ટમાં ૬ અડધી સદીની મદદથી ૭૨૯ રન અને ૧૩ વન-ડેમાં ૧૨૨ રન બનાવ્યા હતા. તેમના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૫૬ મેચમાં ૧૦૪૨૧ રન છે. આ દરમિયાન તેમણે ૩૦ સદી અને ૪૩ અડધી સદી ફટકારી હતી. તેમણે કેન્સરને પણ માત આપી છે.SS1MS