Western Times News

Gujarati News

ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ મેનેજરે 9 ખાતેદારોના રૂ. ૨૧.૨૪ લાખની ઉચાપત કરી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદના કાચ્છાઈ ગામે આવેલ ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ મેનેજરે ૯ ગ્રાહકોના ખાતામાંથી ચેક અને બેંક ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૨૧.૨૪ લાખની ઉચાપત આચરી હતી. આ બનાવ પ્રકાશમાં આવતા મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ નડિયાદ શહેરમાં વાણીયાવાડ રોડ ઉપર આવેલ રોયલ રેસીડેન્સીમાં ધ્રુવ હરેકૃષ્ણ દરજી રહે છે. તેઓ એપ્રિલ ૨૦૨૩થી ડિસેમ્બર ૨૦૨૪ સુધી મહેમદાવાદ તાલુકાના કાચ્છાઈ ગામે આવેલ ઈન્ડસઈન્ડ બેંકમાં મેનેજર તરીકેની ફરજ બજાવતા હતા. ધ્રુવે પોતાના કાર્યકાળ દરમિયાન અલગ અલગ ૯ જેટલા બેંકના ખાતેદારોના રકમ મળી કુલ રૂપિયા ૨૧.૨૧ લાખ ની ઉચાપત આચરી હતી.

બેંકની સાથે ઉચાપત કરી આ નાણાં ચેક અને બેંક ટ્રાન્સફર મારફતે ઉપાડી ધ્રુવે પોતાના અંગત કામ માટે આ નાણાં વાપરી દીધા હતા જે બાબત બેંકના ધ્યાને આવી હતી.

જેથી બેંક દ્વારા આ ધ્રુવ દરજીની પૂછપરછ કરવામાં આવી હતી. આથી ધ્રુવે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. જોકે ઉપરોક્ત રૂપિયા બેંકમાં જમા ન કરાવતા આ બાબતે પૂર્વ બેંકના મેનેજર ધ્રુવ દરજી સામે હાલના આ બેંક શાખાના મેનેજર હરેશભાઇ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.