Western Times News

Gujarati News

પાકિસ્તાનના પૂર્વ મંત્રી શેખ રશીદની ધરપકડ કરાઈ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ ગઈકાલે મુરી મોટરવે પરથી કરવામાં આવી હતી. શેખ રશીદની સાથે તેના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. જાે કે ધરપકડને લઈને શેખ રશીદનો દાવો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશિદ અવામી મુસ્લિમ લીગના વડા અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના નજીકના છે. ઈમરાન ખાનની સરકારમાં જ શેખ રશીદે પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું.

તાજેતરમાં જ પોલીસે પીટીઆઈ નેતા અને ઈમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરી હતી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઇનાયત ઉર રહેમાનની ફરિયાદ પર શેખ રશીદની ધરપકડ કરવામાં આવી છે. પીપીપી નેતાએ ઈસ્લામાબાદના અબપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શેખ રશીદે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીપી અધ્યક્ષ આસિફ અલી ઝરદારી ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

શેખ રશીદે કહ્યું હતું કે, આસિફ ઝરદારીએ ભ્રષ્ટાચારથી ઘણી કમાણી કરી છે અને આ પૈસા આતંકવાદી સંગઠનોમાં ફંડ પૂરો પડે છે. ઝરદારીએ આતંકવાદી સંગઠનને પૈસા આપીને ઈમરાન ખાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું છે. પીપીપીએ શેખ રાશિદના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પૂર્વ પીએમ ઇમરાન ખાને શેખ રાશિદની ધરપકડ પર આકરી પ્રતિક્રિયા આપી છે અને રસ્તા પર ઉતરવાની ધમકી પણ આપી છે. ઈમરાન ખાને ટ્‌વીટ કર્યું કે, તેઓ શેખ રશીદની ધરપકડનો વિરોધ કરે છે. ઈતિહાસમાં ક્યારેય આવી પક્ષપાતી રખેવાળ સરકાર બની નથી. પ્રશ્નએ છે કે શું પાકિસ્તાન હવે જ્યારે દેશ નાદારીની નજીક છે ત્યારે રસ્તાઓ પરના આંદોલનનો સામનો કરી શકશે? SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.