Western Times News

Gujarati News

કોંગ્રેસના નરેશ રાવલ સાથે પૂર્વ MP રાજુ પરમાર ભાજપમાં પ્રવેશ કરશે

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પગલે હવે કોંગ્રેસના મોભ અને અગ્રણી નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં તબક્કા વાર સામેલ થઈ રહ્યા છે. Gujarat Congress leaders Naresh Rawal and MP Raju Parmar have resigned and will join BJP.

તો બીજી તરફ આગામી ૧૭મી ઓગસ્ટના રોજ વિજાપુર તાલુકા અને મહેસાણા જિલ્લાની બેઠકમાં પ્રભુત્વ ધરાવતા પૂર્વ ગૃહ મંત્રી અને પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસ ના નરેશ રાવલ સાથે પૂર્વ એમપી રાજુ પરમાર કમલમ ખાતેથી ભાજપમાં વિધીવત પ્રવેશ કરશે.

ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલ આગામી ૧૭મી ઓગસ્ટના રોજ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે પ્રવેશ કરવાના છે આ અંગે સાંજે સમાચાર સાથેની ખાસ વાતચીતમાં નરેશ રાવલે જણાવ્યું હતું કે તેમની સાથે એક્સ એમપી રજુ પરમાર ઉપરાંત ઉત્તર ગુજરાતની વિજાપુર અને મહેસાણા બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવનારા કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ તેમની સાથે ભાજપમાં જાેડાશે.

ઉલ્લેખનીય છે કે નરેશ રાવલ ના પિતા ગંગારામભાઈ રાવલ એ પીઢ કોંગ્રેસી નેતા અને હતાં. એટલું જ નહીં ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં ઉત્તર ગુજરાતની બેઠક ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ગંગારામ રાવલ નો દબદબો હતો. જાેકે ત્યારબાદ તેમના પુત્ર નરેશ રાવલ કોંગ્રેસના શાસનકાળમાં ગૃહરાજ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી પણ રહ્યા છે.

આ ઉપરાંત તેઓ ગુજરાત કોંગ્રેસના વિપક્ષી નેતા તેમજ દંડક તરીકે પણ રહ્યા હતા ઉલ્લેખની છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં જુના જાેગીઓને સાઈડ લાઇન કરવાથી અગ્રીમ નેતાઓ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે જાેકે નરેશ રાવલ પોતે કયા કારણોસર કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાઈ રહ્યા છે તે તો ૧૭ ઓગસ્ટના રોજ જ ખબર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.