પૂર્વ પીએમ મનમોહન સિંઘની અસ્થિઓ યમુનામાં વિસર્જિત
નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રવિવારે અસ્થિ વિસર્જન દરમિયાન કોંગ્રેસના કોઇ નેતા ન દેખાતાં ભાજપે પ્રહારો કર્યા છે. તેનો આક્ષેપ હતો કે, અસ્થિ વિસર્જન વખતે કોંગ્રેસના કોઈ નેતા આવ્યા ન હતા, કોંગ્રેસના નેતાઓ માત્ર ફોટો પડાવવા માટે જ અંતિમ સંસ્કારમાં હાજર હતા.શીખ પરંપરા મુજબ રવિવારે પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંઘની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ડૉ. મનમોહન સિંઘના પત્ની ગુરશરણ કૌર અને પરિવારના અન્ય સભ્યો નિગમ બોધ ઘાટથી અસ્થિ અને અવશેષો લઈને ગુરુદ્વારા મજનૂ કા ટીલા પહોંચ્યા હતાં. અહીં શબદ કીર્તન, પારાયણ અને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પછી અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ડૉ. મનમોહન સિંઘની અસ્થિ વિસર્જનનો વિડિયો પોસ્ટ કરતી વખતે કોંગ્રેસે ગુરુદ્વારા પાસે યમુના ઘાટ પર વિસર્જન કર્યું હતું. આપણે બધા મનમોહન સિંઘજીની દેશ પ્રત્યેની સેવા, સમર્પણ અને તેમની સાદગીને હંમેશા યાદ રાખીશું.કોંગ્રેસની પોસ્ટ બાદ ભાજપે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યાે હતો.
બીજેપી નેતા મનજિન્દર સિંઘ સિરસાએ આરોપ લગાવ્યો હતો કે ડૉ.મનમોહન સિંઘના અસ્થિ વિસર્જન સમયે કોંગ્રેસનો કોઈ નેતા હાજર નહોતો. પવિત્ર અસ્થિ વિસર્જન સમયે ગાંધી પરિવાર તથા કોંગ્રેસના નેતાઓની ગેરહાજરી જોવી ખૂબ જ નિરાશાજનક હતી. જે નેતાએ સન્માન સાથે દેશની સેવા કરી છે તે તેમની પાર્ટી કરતાં વધુ સન્માનને પાત્ર છે.
પરંતુ કોંગ્રેસ તેમનું સન્માન કરવામાં ઊણી ઉતરી છે.ઉલ્લેખનીય છે કે ડૉ.મનમોહન સિંઘનું ગુરુવારે ૯૨ વર્ષની વયે એમ્સ ખાતે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.SS1MS