એવું તે શું થયું કે ચૂંટણી સમયે જ પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્ર જર્મની ભાગી ગયા
(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણી સમયે જ કર્ણાટકની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્રનું નામ વિવાદમાં આવતા ખળભળાટ મચ્યો છે. એચ. ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના સામે મોટા આરોપ લાગ્યા છે. તેમના કામ કરતી મહિલા કૂક એએચ. ડી. રેવન્નાએ શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ કર્યો છે.
સાથે જ સાંસદ પ્રજ્વલ રેવન્ના કૂકની દીકરી સાથે વીડિયો કોલમાં અશોભનીય વાતો કરતા હોવાનો દાવો કરાયો છે. આ ફરિયાદ બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે.
મહત્વનું છે કે, પ્રજ્વલ રેવન્ના હાલ હાસનથી જેડીએસના સાંસદ છે. અને આ આ વખતે પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, સ્કેન્ડલ ચર્ચામાં આવતા પ્રજ્વલ દેશ છોડીને ભાગ્યા હોવાની ચર્ચા છે.
પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્રનો કેસ બન્યો સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ
રેવન્ના પર મહિલાઓના શોષણ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારવાનો આરોપ છે. હાલ આવી અનેક વીડિયો ક્લિપ બહાર આવી છે. જેને કારણે કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની એસઆઇટી હાલ પ્રજ્વલ રેવન્નાની શોધખોળ કરી રહી છે, એવા અહેવાલો સામે આવ્યા છે કે તમામ સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યા બાદ રેવન્ના ચૂંટણીને અધુરી છોડીને જર્મની ભાગી ગયા છે,
આશરે એક હજાર જેટલી વીડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં રેવન્નાનું નામ ઉછળ્યું છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર એક મહિલાએ જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. કથિત જાતીય સતામણી સાથે સંબંધિત તેના ઘણા વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.