પારડીમાં આવેલા નાના વાઘછીપા ગામે દારૂની મહેફિલનું આયોજન પૂર્વ સરપંચે કર્યુ
પોલીસે દરોડા પાડીને પૂર્વ સરપંચ સહિત પાંચની ધરપકડ કરી
પારડી, વલસાડના પારડીમાં આવેલા નાના વાઘછીપા ગામે દારૂની મહેફિલ ઝડપાઇ છે. ગામના જ પૂર્વ સરપંચે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પોલીસે દરોડા પાડીને પૂર્વ સરપંચ સહિત ૫ લોકોની ધરપકડ કરી છે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા માટે પોલીસનો પહેરો ગોઠવાયો છે.રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વલસાડના પારડીમાં આવેલા નાના વાઘછીપા ગામે દારૂની મહેફિલ ઝડપાઇ છે.ગામના જ પૂર્વ સરપંચે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.
પોલીસે દરોડા પાડીને પૂર્વ સરપંચ સહિત ૫ લોકોની ધરપકડ કરી છે. તો આ સાથે જ દારૂ, ૫ બાઇક અને ૬ મોબાઇલ સહિત ૧ લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાઇ