Western Times News

Gujarati News

IITના પૂર્વ છાત્રએ આર્થિક તંગીમાં ૬૫ લાખનું સોનું લૂંટ્યું પણ ઝડપાઈ ગયા

પ્રતિકાત્મક

સુરત, સુરતમાં ભટાર રોડ ઉપર કાપડિયા હેલ્થ કલબ પાસે ધોળે દિવસે ૬પ લાખની કિંમતનું ૧ કિલો સોનું લૂંટીને ભાગી છુટેલા ચાર લૂંટારાઓને પોલીસે વડોદરા પાસે વરણામાં નજીક હાઈવે ઉપરથી જ ઝડપી પાડયા હતા.

લૂંટ ચલાવનારા ચારમાંથી એક યુવાન તો આઈઆઈટી ખડગપુરનો વિદ્યાર્થી હતો પરંતુ આર્થિક તંગીમાં અભ્યાસ છોડી દીધો હતો અને તેથી જ અન્ય ત્રણ શખ્સોની સાથે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

મંગળવારે ૩૦મી મેના રોજ ભટાર રોડ ઉપર કાપડિયા હેલ્થ કલબ પાસે જવેલર્સના માલિકે બે કર્મચારીઓને ૧૦૦ ગ્રામના સોનાના ૧૦ બિસ્કિટ આપવા મોકલ્યા હતા આ સમયે એક શખ્સે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી તમામ લૂંટારા કારમાં બેસીને ભાગી ગયા હતા.

ઘટના બાદ ખટોદરા પોલીસ મથકની ટીમ સાથે ક્રાઈમબ્રાંચ પણ તપાસમાં જાેડાઈ હતી. ટેકનિકલ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે જાણવા મળ્યું હતું કે, લૂંટને અંજામ આપનારા ચારૈય શખ્સો મધ્યપ્રદેશ ઈન્દોરના છે અને પોતાની કાર એમ.પી. ૦૯, ઝેડેએન. ૯૭૩૮ લઈ કરજણ-વડોદરા થઈ મધ્યપ્રદેશ તરફ રવાના થયા છે.

ક્રાઈમબ્રાંચે ચાર આરોપીઓને ૧૦ નંગ સોનાના બિસ્કિટ વજન ૧ કિલો રૂ.૬પ,૦૦,૦૦૦/- તેમજ સ્વીફટ ડિઝાયર કાર અને ૦૩ મોબાઈલ સાથે હાઈવે ઉપર વરણામાં પાસેથી ઝડપી પાડયા હતા. પકડાયેલા ચાર લુંટારુઓમાં ર૯ વર્ષનો દેવેન્દ્ર કૈલાશ નરવરીયા, ર૧ વર્ષનો મોહિત રાઘવેન્દ્ર વર્મા જે આઈઆઈટી ખડગપુરમાં ભણતો હતો

પરંતુ પરિવારની આર્થિક તંગીમાં અભ્યાસ છોડી દેવો પડયો હતો. આ ઉપરાંત વીસ વર્ષનો સૌરભ મુકેશ વર્મા અને રર વર્ષનો પિયુષ મોહનલાલ યાદવનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે પકડાયેલા ચારમાંથી આઈઆઈટીમાં વિદ્યાર્થી રહી ચુકેલા મોહિત વર્માએ પુછપરછમાં જણાવ્યું હતું કે

છ મહિના પહેલા ઈન્દોરની રહેવાસી વર્ષા પવારે સુરતમાં તેના ઓળખીતા પાસે બિલ વગરનું સોનું છે અને તે ગોલ્ડ કમિશનથી વેચવા માગે છે જાે તમારી પાસે કોઈ આ રીતે ગોલ્ડ ખરીદનાર ગ્રાહક હોય તો તેમનું સોનું વેચાવી આપજાે. એવું કહ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.