Western Times News

Gujarati News

અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સર થયું

વાશિગ્ટન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાજેતરના તબીબી તપાસમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. પેશાબમાં તકલીફ થતાં તેમણે તાજેતરમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જો બાઈડેનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રોસ્ટેટ કેન્સરના કોષો તેમના હાડકાં સુધી ફેલાઈ ગયા છે.

આથી જો બાઈડેન અને તેમનો પરિવાર કેન્સરની સારવાર લેવાનું વિચારી રહ્યા હતા.પ્રોસ્ટેટ કેન્સરની ગંભીરતા ગ્લીસન સ્કોર દ્વારા નક્કી થાય છે. ૧થી ૧૦નો સ્કોર દર્શાવે છે કે કેન્સર કેટલું આગળ વધી ગયું છે. જો બાઈડેનનો સ્કોર ૯ છે.

આ દર્શાવે છે કે કેન્સર ખૂબ જ ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે. જણાવી દઈએ કે જો જો બાઈડેન ૮૨ વર્ષના છે. તેમના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘જોકે આ ગંભીર બીમારી છે, પરંતુ તે હોર્માેન-સંવેદનશીલ લાગે છે, જેના કારણે તેની અસરકારક સારવાર શક્ય છે.’

નિષ્ણાતોના મતે, આવા કિસ્સાઓમાં, હોર્માેન થેરાપી, કીમોથેરાપી અને કેટલાક કિસ્સાઓમાં હાડકાંને લક્ષિત સારવાર અસરકારક સાબિત થઈ શકે છે.ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પે બાઈડેનના પરિવારને સાંત્વના આપી અને તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે પૂર્વ રાષ્ટ્રપતિ જલ્દી સ્વસ્થ થાય.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.